મહારાષ્ટ્ર
અનિલ દેશમુખ હાલ આર્થર રોડ જેલમાં છે. મની લોન્ડરિંગ કેસમાં ઈડ્ઢ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ તે છેલ્લા છ મહિનાથી જેલમાં છે. હવે ૧૦૦ કરોડની રિકવરી કેસમાં સીબીઆઈ તેમની પૂછપરછ કરવા જઈ રહી છે. હાલમાં તેનો જેજે હોસ્પિટલમાં દાખલ હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જેજે હોસ્પિટલની લિફ્ટની સામે શૂટ કરવામાં આવ્યો છે. જેમાં અનિલ દેશમુખ વ્હીલ ચેર પર પોલીસકર્મીઓથી ઘેરાયેલા જાેવા મળે છે. જેલમાં અનિલ દેશમુખનો દેખાવ સાવ બદલાઈ ગયો છે. માથાના બધા વાળ સફેદ દેખાઈ રહ્યા છે. અનિલ દેશમુખને ૨ એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ખભાની સર્જરી બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. રાજ્ય સરકારે અનિલ દેશમુખ, બરતરફ કરાયેલા પોલીસ અધિકારીઓ સચિન વાજે અને કુંદન શિંદેના ભ્રષ્ટાચારની જીૈં્ તપાસની માગણી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ માંગને ફગાવી દીધી હતી. હવે આ મામલે સીબીઆઈ તપાસ કરશે. આથી સીબીઆઈ તેને પોતાની કસ્ટડીમાં લેવા જઈ રહી હતી. આ દરમિયાન સીબીઆઈએ કુંદન શિંદે, સંજીવ પલાંડે અને સચિન વાજેને પોતાની કસ્ટડીમાં લીધા છે. અનિલ દેશમુખ હોસ્પિટલમાં છે. આવી સ્થિતિમાં સીબીઆઈ આ ત્રણેયની પૂછપરછ શરૂ કરશે. હવે જાેવાનું એ રહેશે કે આ પૂછપરછમાં શું નવી માહિતી બહાર આવે છે.મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને એન સી પી નેતા અનિલ દેશમુખની તબિયત જેલમાં બગડી છે. તેઓ બાથરૂમમાં પડી ગયા હતા. તેમને મુંબઈની જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે ખભાની સર્જરી કરાવવી પડશે. દરમિયાન, સીબીઆઈએ ૧૦૦ કરોડની રિકવરી કેસમાં પૂછપરછ માટે અનિલ દેશમુખના પીએસ સંજીવ પલાંડે અને પીએ કુંદન શિંદેને કસ્ટડીમાં લીધા છે. આ ઉપરાંત સીબીઆઈએ તળોજા જેલમાંથી બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝેને પણ પોતાની કસ્ટડીમાં લીધા છે. સીબીઆઈ આ તમામને દિલ્હી લઈ જઈને પૂછપરછ કરશે. ૧૦૦ કરોડની રિકવરી કેસમાં સીબીઆઈ અનિલ દેશમુખને પણ કસ્ટડીમાં લેવા જઈ રહી હતી. દરમિયાન, અનિલ દેશમુખને હોસ્પિટલમાં દાખલ કરવાનો સમય આવી ગયો હતો.


