Maharashtra

મને અગાઉ ક્યારેય એક્શન ફિલ્મમાં ચાન્સ નથી મળ્યો ઃ રાજકુમાર રાવ

મુંબઈ
એક્ટર રાજકુમાર રાવને કરિયરમાં પ્રથમ વખત એક્શન ફિલ્મમાં હાથ અજમાવવાનો ચાન્સ મળ્યો છે. ૨૦૨૦ના વર્ષમાં આવેલી તેલુગુ ફિલ્મ હિટ – ધ ફર્સ્ટ કેસની હિન્દી રીમેક તે જ નામથી બની રહી છે. હિન્દી રીમેકમાં રાજકુમાર રાવનો લીડ રોલ છે. આ ફિલ્મમાં રાજકુમારે ગુમ મહિલાઓને શોધવા પ્રયાસ કરનારા પોલીસ ઓફિસરનો રોલ કર્યો છે. ફિલ્મમાં રાજકુમારની સાથે સાન્યા મલહોત્રા પણ લીડ રોલમાં છે. માર્શલ આર્ટમાં એક્સપર્ટ હોવા છતાં પોતાને ક્યારેય એક્શન રોલ નહીં મળ્યાનો રાજકુમારને અફસોસ છે. તેણે જણાવ્યું હતું કે, એક્શન રીઅલ, ઓર્ગેનિક અને રો હોય છે. આ ફિલ્મમાં મારો અલગ અવતાર છે. રાજકુમાર રાવે ૨૦૧૯ના વર્ષમાં જજમેન્ટલ હૈ ક્યામાં મેન્ટલ હેલ્થ ઈશ્યૂની વાત કરી હતી. હિટમાં પણ વિક્રમને પડતી માનસિક તકલીફોની સ્ટોરી છે. રાજકુમારે કહ્યું હતું કે, બધાઈ દો ફિલ્મમાં શરૂઆતથી એન્ટરટેઈનમેન્ટ હતું. માત્ર પાછલી ૨૦ મિનિટ કેરેક્ટર્સનું દુઃખ જાેવા મળ્યુ હતું. આ ફિલ્મમાં પણ તેવું જ છે. તેલુગુમાં હિટ – ધ ફર્સ્ટ કેસની સીક્વલ બની રહી છે અને હિન્દીમાં સીક્વલ તૈયાર થઈ ચૂકી છે. સાન્યા મલહોત્રાની છેલ્લી થીયેટર રિલીઝ ફોટોગ્રાફ ૨૦૧૯માં આવી હતી. લુડો, શકુંતલા દેવી, મીનાક્ષી સુંદરેશ્વર જેવી તેની ફિલ્મો ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઈ હતી. લાંબા સમય પછી સાન્યા મલહોત્રાની ફિલ્મ થીયેટરમાં આવી રહી છે. આ ફિલ્મ ૧૫ જુલાઈએ થીયેટરમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર રિસેન્ટલી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટ માટે રાજકુમાર રાવ અને પત્રલેખા ઈટાલીથી પરત આવ્યા હતા. મેરેજ બાદ લાંબા સમયે તેઓ હનિમૂન પર ગયા હતા, પરંતુ ફિલ્મ માટે વેકેશન ટૂંકાવ્યુ હતું. જેના પરથી રાજકુમાર માટે આ ફિલ્મનું કેટલું મહત્ત્વ છે, તે સમજી શકાય છે.

Rajkumar-Rao-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *