Maharashtra

‘મસ્તરામ’ ફ્રેમ અંશુમાન અને સિએરા ૨૯ ઓક્ટોબરે યુએસમાં લગ્ન કરશે

મુંબઈ
કોરોનાકાળ દરમિયાન ઓટીટી પર લોકપ્રિય બનેલી વેબ સિરીઝ મસ્તરામથી યુવાનોમાં લોકપ્રિય બનેલા અભિનેતા અંશુમન ઝા હવે પ્રભુતામાં પગલા પાડવા જઈ રહ્યા છે. અંશુમન આ વર્ષે અમેરિકન ગર્લફ્રેન્ડ સિએરા વિન્ટર્સ સાથે લગ્ન કરી રહ્યાં છે. બંનેના લગ્ન અમેરિકામાં થશે. આ પછી બંને અલાસ્કામાં હનીમૂન પર જવાના અહેવાલ છે અને ત્યાંથી પરત આવ્યા બાદ તેઓ ભારતમાં તેમના સંબંધીઓ-મિત્રો-પરિચીતોને રિસેપ્શન આપશે. અંશુમન અને સિએરા લાંબા સમયથી રિલેશનશિપમાં છે. ૨૦૨૦માં તેમની સગાઈ થઈ હતી પરંતુ ત્યારથી તે લગ્ન માટે કોરોના મહામારી સમાપ્ત થવાની રાહ જાેઈ રહ્યાં હતા. અંશુમાન અને સિએરા આ વર્ષે ૨૯ ઓક્ટોબરે યુએસમાં લગ્ન કરશે. સિયેરા ગયા વર્ષે ભારત શિફ્ટ થઈ ગઈ છે અને લગ્નનો આનંદ લેવા માટે બંનેના પરિવારો અત્યારે વિઝાની પ્રક્રિયાને ઉકેલવામાં વ્યસ્ત છે. રોચક વાત એ છે કે, આ વર્ષે અમેરિકામાં લગ્ન કર્યા બાદ આ કપલ ભારતમાં પણ લગ્ન કરશે. આ લગ્ન માર્ચ ૨૦૨૩માં હિંદુ રીતિ-રિવાજ મુજબ થશે. બંને પરિવારોમાં આ લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. અંશુમાનના કહેવા પ્રમાણે, સિએરા ભારતીય રીતિ-રિવાજાે અનુસાર લગ્ન કરવા માંગે છે અને મારી માતાની પણ એવી જ ઈચ્છા છે. અંશુમાને બોલિવૂડમાં તેની કારકિર્દીની શરૂઆત લવ સેક્સ ઔર ધોકા ફિલ્મથી કરી હતી અને યે હૈ બકરાપુર, ફગલી, એક્સઃ પાસ્ટ ઈઝ પ્રેઝન્ટથી લઈ ઈંગ્લિશ મેં કહેતે હૈં જેવી ફિલ્મો કરી હતી. પરંતુ વેબ સિરીઝ મસ્તરામથી તેને દર્શકોમાં ઓળખ મળી હતી. કામુક સ્ટોરી લખનારા લેખક રાજારામના પુસ્તકો મસ્તરામ નામથી સીરિઝમાં પ્રકાશિત થાય છે અને તેઓ આ નામથી જ તમામ લોકોમાં પ્રખ્યાત બને છે. આ સિરીઝમાં અંશુમાને રાજારામનો રોલ કર્યો હતો. આ અભિનય માટે તેની ખૂબ પ્રશંસા થઈ. ઝાની આગામી ફિલ્મ હવે લકડબગ્ધા હશે. સિએરા પણ એક અભિનેત્રી છે અને તે આયર્ન મેન ઇન ઈઝરાયેલ ફિલ્મ માટે ટ્રેનિંગ લઈ રહી છે. ટૂંક સમયમાં જ ઝા ડિરેક્ટર હરીશ વ્યાસની ફિલ્મ હરિ-ઓમનું શૂટિંગ શરૂ કરશે.

File-01-Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *