મુંબઈ
પશ્ચિમી ચક્રવાતને કારણે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં આગામી પાંચ દિવસમાં તાપમાનમાં વધુ ૩થી ૫ ડિગ્રીનો ઘટાડો થશે. આ રીતે દેશના ઉત્તરી રાજ્યોમાં સરેરાશ તાપમાન ૧૫થી ૧૬ ડિગ્રી સેલ્સિયસ રહેશે. ભારતીય હવામાન વિભાગે ઉત્તર મધ્ય મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજે (૨૫ જાન્યુઆરી, મંગળવાર) અને આવતીકાલે શીત લહેરની આગાહી કરી છે. રવિવારે મુંબઈ, કોંકણ અને ઉત્તર મહારાષ્ટ્રમાં અને તેની આસપાસના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. આ પછી મહારાષ્ટ્રમાં તાપમાનમાં સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે.મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું જાેર વધી રહ્યું છે. મહાબળેશ્વરમાં વેન્ના ઝીલ પાસેનું તાપમાન ૪.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. નંદુરબાર અને નાસિકના નિફાડમાં પણ પારો ૫ ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયો છે. પરંતુ મહાબળેશ્વરમાં તાપમાન ૬.૫ ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાયું છે. નંદુરબાર જિલ્લાની ખીણો અને ટેકરીઓ નજીક તાપમાનનો પારો ૫ ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયો હતો. અહીં મેદાની વિસ્તારોમાં સૌથી ઓછું તાપમાન ૮.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. એટલે કે મેદાનો અને પર્વતીય ભાગોમાં તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસનો તફાવત જાેવા મળે છે. આ વખતે મુંબઈએ છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ પણ તોડ્યો છે. ભારતીય હવામાન વિભાગના નિષ્ણાત કેએસ હોસાલીકરના જણાવ્યા અનુસાર મુંબઈના ઘણાભાગોમાં સૌથી નીચું તાપમાન ૧૪ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. આગામી બે-ત્રણ દિવસ સુધી મુંબઈના ઘણા ભાગોમાં તાપમાન ૧૪ ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે. આ સાથે મુંબઈની હવામાં પ્રદૂષણનું સ્તર પણ વધી ગયું છે. સોમવારે મુંબઈમાં કોલાબામાં મહત્તમ તાપમાન ૨૪.૬ ડિગ્રી સેલ્સિયસ અને સાંતાક્રુઝમાં ૨૪.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. એ જ રીતે કોલંબામાં ૧૬.૨ ડિગ્રી સેલ્સિયસ અને સાંતાક્રુઝમાં ૧૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ પછી રાત્રે ઠંડીમાં વધુ વધારો થયો હતો. શિયાળો વધવાની સાથે મુંબઈની હવામાં પ્રદૂષણનું સ્તર પણ વધતું જાેવા મળી રહ્યું છે. એર ક્વોલિટી કોઓર્ડિનેટ (છઊૈં) સ્તર સોમવારે અહીં ૩૮૭ પર નોંધાયું હતું. આ ભયજનક સ્તર તીવ્ર પ્રદૂષણ સૂચવે છે. હવા ગુણવત્તા સૂચકાંક મઝગાંવમાં ૫૭૩ અને કોલાબામાં ૫૧૩ પર નોંધાયો હતો. આ બંને જગ્યાએ વાયુ પ્રદૂષણ ખતરાના નિશાનથી ઉપર ગયું છે.