Maharashtra

મહારાષ્ટ્રના વેહોલી ગામમાં ૧૦૦ મરઘીઓના મોતથી ખળભળાટ

મહારાષ્ટ્ર
છેલ્લા કેટલાક દિવસોમાં થાણેના શાહપુર તાલુકાના વેહોલીમાં ૩૦૦થી વધુ મરઘીઓને બર્ડ ફ્લૂનો ચેપ લાગ્યો છે. જેને જાેતા પશુપાલન વિભાગે તાત્કાલિક એક કિલોમીટરની ત્રિજ્યામાં ઓછામાં ઓછા ૨૫,૦૦૦ પક્ષીઓનો નાશ કરવાની ઝુંબેશ શરૂ કરી છે. સાથે જ પશુપાલન વિભાગે નાગરિકોએ અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે તમને જણાવવુ રહ્યુ કે, વેહલોલીની એક સોસાયટીના શેડમાં દેશી મરઘીઓ અચાનક મોત થયા હતા. ં વેટરનરી અધિકારીઓ દ્વારા પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી.બાદમાં મરઘીઓના લોહીના નમૂના પુણેના લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જે રિપોર્ટમાં બર્ડ ફ્લૂના લક્ષણો સામે આવ્યા છે. ગુરુવારે ૭૦ લોકોની પશુપાલન વિભાગની ટીમ વહાની સ્થિત મુક્તજીવન સોસાયટી પહોંચી હતી.આ દરમિયાન મુક્તજીવન સોસાયટીના શેડમાં મૃત્યુ પામેલી મરઘીઓની તપાસ કરવામાં આવી હતી.જાે કે બાજુના શેડમાં ઓછામાં ઓછી ૧૦૦ મરઘીઓ સલામત હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. હાલ પશુપાલન વિભાગે અસરગ્રસ્ત વિસ્તારથી એક કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા પોલ્ટ્રી ફાર્મમાંથી પક્ષીઓ અને ઈંડાને નાબૂદ કરવા માટે ઝુંબેશ શરૂ કરી છે.મહારાષ્ટ્રના થાણે જિલ્લાના શાહપુર તાલુકાના વેહોલી ગામમાં એક પોલ્ટ્રી ફાર્મમાં લગભગ ૧૦૦ મરઘીઓના અચાનક મૃત્યુ થતા ખળભળાટ મચી ગયો છે. આટલી મોટી સંખ્યામાં મરઘીઓના આકસ્મિક મૃત્યુ બાદ કલેક્ટર રાજેશ જે. બર્ડ ફ્લૂના ખતરાને ધ્યાનમાં રાખીને નાર્વેકરે તેના સેમ્પલ પુણેની લેબમાં મોકલ્યા છે. જિલ્લા પશુપાલન વિભાગને સંક્રમણને નિયંત્રણમાં લેવાના પગલાંની વિગતો આપતાં કલેક્ટર રાજેશ જે. નાર્વેકાએ કહ્યું કે, આગામી થોડા દિવસોમાં અસરગ્રસ્ત પોલ્ટ્રી ફાર્મની એક કિલોમીટરની ત્રિજ્યામાં આવતા લગભગ ૨૫,૦૦૦ પક્ષીઓને મારી નાખવામાં આવશે. જેથી રોગને ફેલાતો અટકાવી શકાય. તેમણે જણાવ્યુ હતુ કે, જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા અન્ય પક્ષીઓમાં ચેપ ફેલાતો અટકાવવા પગલાં લેવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, હાલ કેન્દ્રીય મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રાલયને બર્ડ ફ્લૂના કેસ વિશે જાણ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *