મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના રાજકારણમાં ર્નિભયા ફંડના ઉપયોગને લઈને ભારે હોબાળો થયો છે. વિપક્ષી પાર્ટીઓએ દાવો કર્યો છે કે, શિંદે જૂથના ધારાસભ્યોને ર્નિભયા ફંડમાંથી રૂ સુરક્ષા આપવામાં આવી છે. સરકાર પર વિપક્ષે એવો પણ આરોપ લગાવ્યો છે કે, જે પૈસા ર્નિભયા ફંડ માટે આપ્યા હતા, તેને તે કામ માટે ખર્ચ કરવામાં આવે છે. હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (દ્ગઝ્રઁ)એ મહારાષ્ટ્રના ડીજીપીને લઈને પત્ર લખ્યો છે. ડ્ઢય્ઁને આ પત્ર પાર્ટીના મુખ્ય પ્રવક્તા મહેશ તાપસે લખ્યું છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, ડ્ઢય્ઁ ને લખેલા પત્રમાં મહેશ તાપસેએ ર્નિભયા ફંડ અંતર્ગત ખરીદેલી અને હાલમાં એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકારના ધારાસભ્યોને સુરક્ષા માટે તૈનાત પોલીસ વાહનોને પાછા લેવાની માગ કરી છે. તાપસેએ ડીજીપીને લખેલા પત્રમાં કહ્યું કે, વાહનોને તુરંત ર્નિભયા ફંડને પાછા આપવામાં આવે. તાપસેએ પોતાના પત્રમાં આગળ દાવો કર્યો છે કે, સરકારે શિંદે જૂથના લગભગ ૪૦ ધારાસભ્યોને ર્નિભયા ફંડથી સુરક્ષા માટે ગાડી આપી છે. પત્રમાં કહેવાયું છે કે, સરકારના આ પગલાની ખૂબ જ ટિકા થઈ રહી છે. સાથે જ તેને ર્નિભયા ફંડના ઉપયોગથી ભટકાવવાનો ઉદ્દેશ્ય પણ ગણાવ્યું છે. ર્નિભયા ફંડની સ્થાપના રાજ્યમાં મહિલાઓની સુરક્ષામાં સંબંધિત મુદ્દા પર ખર્ચ કરવા માટે બનાવ્યું હતું. આ ફંડથી ધારાસભ્યોની સુરક્ષા માટે ગાડી આપવાનો મતલબ મહિલાઓની સુરક્ષાને નજરઅંદાજ કરવાનો છે. તો વળી કાલે ઉદ્ધવ ઠાકરે આ શરમજનક ગણાવ્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ આ મામલાને લઈને એક નિવેદન જાહેર કર્યું હતું. તેમાં કહેવાયું છે કે, તે ખૂબ જ શરમજનક છે. અમે બધા જાણીએ છીએ કે, ર્નિભયા સ્કોવ્ડ શા માટે બનાવ્યુ હતું. તેના દ્વારા આપણા માતાઓ-બહેનોને સુરક્ષા આપવાનો ઉદ્દેશ્ય હતો, તેના દ્વારા તેમને સુરક્ષા આપવાની હતી.


