રાયગઢ-મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના રાયગઢમાં એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. આ ઘટનાથી આખા વિસ્તારમાં સનસની ફેલાઇ ગઇ છે. મહાડ જિલ્લામાં એક મહિલાએ પોતાના ૬ બાળકોને કૂવામાં ફેંકી દીધા હતા. આ ઘટનામાં બધા બાળકોના મોત થયા છે. બતાવવામાં આવી રહ્યું છે કે રુના નામની મહિલાનો પોતાના પતિ ચિખુરી સાહની સાથે ઝઘડો થયો હતો. આ પછી સોમવારે લગભગ ૮ કલાકે મહિલાએ પોતાના ૬ બાળકોને કૂવામાં નાખી દીધા હતા. આ પછી તે પોતે પણ કૂવામાં પડી ગઈ હતી. જ્યારે રુના કૂવામાં કુદવા જઈ રહી હતી ત્યારે ત્યાથી પસાર થઇ રહેલા એક વ્યક્તિએ તેને જાેઇ હતી. તે વ્યક્તિએ શોર મચાવીને ગામના લોકોને બોલાવ્યા હતા. રુનાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી પણ માસૂમ બાળકોને બચાવી શકાયા ન હતા. પોલીસને બાળકોની ડેડ બોડી કૂવામાંથી મળી આવી છે. બતાવવામાં આવી રહ્યું છે કે રુનાનો પતિ હંમેશા શરાબના નશામાં રહેતો હતો અને તેને મારપીટ કરતો હતો. સોમવારે રુનાનો પતિ સાથે ઝઘડો થયો હતો. રુનાને પાંચ પુત્રીઓ અને એક પુત્ર હતો. સૌથી મોટી પુત્રીની ઉંમર ૧૦ વર્ષ બતાવવામાં આવી રહી છે. જ્યારે સૌથી નાની પુત્રીની ઉંમર ફક્ત દોઢ વર્ષની હતી. મૃતકોમાં રોશની (૧૦ વર્ષ), કરિશ્મા (૮ વર્ષ), રેશમા (૬ વર્ષ), દિયા (૫ વર્ષ), શિવરાજ (૩ વર્ષ) અને રાધા (૧.૫ વર્ષ)નો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતા પોલીસ અને બચાલ દળની ટીમ પહોંચી હતી. મામલાની ગંભીરતા જાેતા રાયગઢ પોલીસ અધિક્ષક અશોક દુધે અને અતિરિક્ત પોલીસ અધિક્ષક અતુલ કુમાર જેંડે પણ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે કેસ નોંધીને યોગ્ય કારણો શોધવામાં લાગી ગઇ છે.
