Maharashtra

મહારાષ્ટ્રમાં પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે અકસ્માત સર્જાયો

મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના ગોંદિયામાં ટ્રેન અકસ્માત પાસે એક મોટો અકસ્માત સર્જાયો છે. ગોંદિયામાં મોડી રાત્રે લગભગ દોઢ વાગે એક પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર સર્જાઇ હતી. જેના લીધે ટ્રેનનો એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો. સેંટ્રલ રેલવેના પીઆરઓએ જણાવ્યું હતું કે માલગાડી સાથે ટક્કરમાં ૨-૩ મુસાફરોને ઇજા પહોંચી છે, જે હોસ્પિટલમાં એડમિટ છે. બાકી તમામ મુસાફરોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ટ્રેન રાયપુરથી નિકળી હતી અને નાગપુર તરફ આવી રહી હતી. દુર્ઘટના સર્જાવવાનું કારણ માલગાડી અને પેસેંજર ટ્રેન ‘ભગત કી કોઠી’ વચ્ચે સિગ્નલ ન મળવાનું જણાવવામાં આવી રહ્યું છે. જાેકે સિગનલ ન મળતાં બંને ટ્રેનો સામેથી એકબીજાની સામે આવી ગઇ અને આ ટકકરમાં ટ્રેનનો જી૩ ડબ્બો પાટા પરથી ઉતરી ગયો. આ ડબ્બામાં બેઠેલા ૨-૩ લોકોને ગંભીર ઇજા પહોંચી છે. આ દુર્ઘટના મોટી રાત્રે લગભગ દોઢ વાગે થયો હતો. જાેકે રાહતની વાત એ છે કે આ ભયંકર દુર્ઘટનામાં કોઇના મોતના સમાચાર નથી. જ્યારે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ભારતીય રેલવેના અનુસાર સવારે ૪ઃ૩૦ વાગે રી-રેલમેન્ટનું કામ પુરૂ થયા બાદ પ્રભાવિત ટ્રેન સવારે ૫.૨૪ વાગે સાઇટ પરથી રવાના થઇ અને સવારે ૫.૪ત વાગે અપ એન્ડ ડાઉન ટ્રાફિક શરૂ કરવામાં આવ્યો.

File-01-Page-07-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *