મહારાષ્ટ્ર
ઘોર કળિયુગ આવી ગયો છે. મહારાષ્ટ્રમાં પોઝિટિવ વ્યક્તિની પોતાની જ સગીર બાળકી પર દુષકર્મ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ તેની સાવકી દીકરી પર દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો છે. માતા ઘરે હાજર ન હોય તેવા સમયે પિતાએ સાવકી પુત્રી પર દુષ્કર્મ કર્યું હતું. આ ઘટના મુંબઈની છે. મુંબઈ પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે, તેણે તેની સાવકી પુત્રી પર દુષ્કર્મ કરવાના આરોપમાં ૪૫ વર્ષીય આરોપીની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, આરોપી અને તેની પત્ની બંને ૐૈંફ પોઝિટિવ છે. પોલીસના જણાવ્યા અનુસાર બાળકીની માતા ગયા અઠવાડિયે ઘરની બહાર ગઈ હતી પછી તેણે દુષ્કર્મનો ગુનો કર્યો અને પીડિતાને મોઢુ ન ખોલવાની ધમકી આપી. પીડિતાએ આ ઘટનાની જાણ પાડોશી મહિલાને કરી હતી. પાડોશી મહિલા સગીરને લઈને પોલીસ સ્ટેશન પહોંચી. જે બાદ આ મામલે કેસ નોંધવામાં આવ્યો હતો. પીડિતાના આરોપી પિતા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ અને ૫૦૬(૨) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ સિવાય ર્ઁંઝ્રર્જીં એક્ટ હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે બાળકીના મેડિકલ રિપોર્ટની તપાસ કરી રહી છે. જેથી તે પણ હવે ૐૈંફ પોઝિટિવ છે કે કેમ તે જાણી શકાય.