મહારાષ્ટ્ર
મુંબઈ, પૂણે, નાસિક સહિત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં બુધવાર (૧૬ માર્ચ)થી ૧૨થી ૧૪ વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થઈ ગયું છે. જાે કે પ્રથમ દિવસે અનેક જગ્યાએ સમસ્યાનો પણ સામનો કરવો પડ્યો હતો. ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકારોને આપવામાં આવેલી સૂચના મુજબ બાળકો માટે મહારાષ્ટ્ર કોરોના રસીકરણ કાર્યક્રમ મુંબઈમાં ૧૨ કેન્દ્રોમાં શરૂ કરવામાં આવ્યો હતો. તે બપોરે ૧૨ વાગ્યે શરૂ થયો હતો. હાલમાં આ કાર્યક્રમ બે દિવસના પ્રાયોગિક સ્તરે શરૂ કરવામાં આવ્યો. ૧૨થી ૧૪ વર્ષની વયના બાળકોને ઝ્રર્હ્વિીદૃટ્ઠટ રસી આપવામાં આવી રહી છે. મુંબઈમાં બપોરે ૧૨ વાગ્યાથી રસીકરણ શરૂ થવાનું હતું. પરંતુ રસીકરણ માટે નક્કી કરાયેલી એપ પર ૧૨થી ૧૪ વર્ષના બાળકોના રસીકરણ માટેનો સ્લોટ અપડેટ કરી શકાયો નથી. જેના કારણે બાળકોને રસીકરણ કેન્દ્રમાં બે-અઢી કલાક સુધી બેસીને રાહ જાેવી પડી હતી. પ્રથમ દિવસે આ અફરાતફરીના વાતાવરણમાં રસીકરણ ૨ કલાક પછી શરૂ થઈ શક્યું. પૂણેની વાત કરીએ તો પ્રશાસન તરફથી સ્લોટ ઓનલાઈન બુક કરવાનો આદેશ હતો. પરંતુ કોવિન એપ બિલકુલ કામ કરતી ન હતી. જેના કારણે બાળકો રજીસ્ટ્રેશન કરાવી શક્યા ન હતા. જેના કારણે લાંબા સમય સુધી તેમનું રસીકરણ શરૂ થઈ શક્યું ન હતું. પૂણેમાં ક્યાંય પણ રસીકરણ કેન્દ્રમાં સમયસર રસીકરણ શરૂ થઈ શક્યું ન હતું. નાસિકની વાત કરીએ તો રસીના સ્ટોકની ઉપલબ્ધતા ન હોવાને કારણે ૧૨થી ૧૪ વર્ષની વયના બાળકો માટે સમયસર રસીકરણ શરૂ થઈ શક્યું નથી. એ જ રીતે, ઔરંગાબાદમાં માત્ર ત્રણ કેન્દ્રો પર રસીકરણ શરૂ કરી શકાયું હતું. અહીં છોકરાઓ કરતાં છોકરીઓએ રસીકરણ માટે વધુ ઉત્સાહ દર્શાવ્યો હતો. છોકરાઓ કરતાં છોકરીઓ વધુ સંખ્યામાં રસી લેવા માટે આગળ આવી. અલગ-અલગ જગ્યાએ સર્જાયેલી આ અરાજકતા પ્રથમ દિવસે જ જાેવા મળી હતી અને વિવિધ વિસ્તારોના સ્થાનિક વહીવટીતંત્રે ખાતરી આપી છે કે હવે ૧૨થી ૧૪ વર્ષના બાળકો માટેનો રસીકરણનો કાર્યક્રમ સુવ્યવસ્થિત કરવામાં આવશે.
