Maharashtra

મહારાષ્ટ્રમાં XBB સબ-વેરિએન્ટના ૧૮ કેસ મળતા ડોક્ટરે ચેતવણી આપી

મુંબઈ
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે ઓમિક્રોનના નવા સબ-વેરિએન્ટના કેસ ઝડપથી સામે આવી રહ્યાં છે. રાજ્યમાં ઓક્ટોબરના પહેલા ૧૫ દિવસમાં ઓમિક્રોનના એક્સબીબી સબ-વેરિએન્ટના અઢાર કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે આજે આ જાણકારી આપી છે. એક સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું કે તેમાંથી ૧૩ કેસ પુણેમાં, બે-બે કેસ નાગપુર અને ઠાણેથી એક કેસ અને અકોલા જિલ્લામાં એક કેસ સામે આવ્યો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૧૮ નવા કેસ સામે આવ્યા છે અને ૩ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રની સરકારે તહેવારોની સીઝન જાેતા લોકોને ઠમ્મ્ વેરિએન્ટ માટે એલર્ટ કર્યાં છે અને કોવિડ-૧૯ પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપી છે. મુંબઈ મહાનગર પાલિકાએ મંગળવારે એક એડવાઇઝરી જાહેર કરી લોકોને આગામી તહેવારોની સીઝન પહેલા કોવિડ-૧૯થી બચાવના નિયમોનું પાલન કરવાનો આગ્રહ કર્યો જેથી વધતા કેસને રોકી શકાય. ઓક્ટોબરના બીજા સપ્તાહ સુધી મુંબઈમાં દૈનિક કેસમાં વૃદ્ધિ જાેવા મળી છે. આ વચ્ચે ઓમિક્રોનના નવા સબ-વેરિએન્ટ ઠમ્મ્ નો ખતરો વધી ગયો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ઠમ્મ્ ના ૧૮ કેસ સામે આવી ચુક્યાં છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ઠમ્મ્ અન્ય બધા સબ-વેરિએન્ટ પર વાહી છે. તે દુનિયામાં ઘણી જગ્યાએ જાેવા મળ્યો છે. એક્સબીબી ઓમિક્રોનના મ્છ.૨.૭૫ અને મ્ત્ન.૧ સબ-વેરિએન્ટનો એક હાઇબ્રિડ છે. આના વિષે શું કહે છે ડોક્ટર? એ જાણો. સીઆઈઆઈ પબ્લિક હેલ્થ કાઉન્સિલના અધ્યક્ષ અને એમ્સના પૂર્વ ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે કોવિડ-૧૯ના નવા વેરિએન્ટની આશા કરવામાં આવી રહી છે, જેમાં મ્યૂટેશન થવાની પ્રવૃત્તિ છે. હવે સ્થિતિ અલગ છે, પહેલા કોઈ રસીકરણ નહોતું, પરંતુ હવે લોકોને રસી લાગી છે અને વાયરસ વિરુદ્ધ ઇમ્યુનિટી વિકસિત થઈ છે. ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે જાે તમે બહાર જઈ રહ્યાં છો અને વિશેષ કરીને ભીડવાળી જગ્યા પર તો માસ્ક જરૂર પહેરો. વૃદ્ધિઓ બજાર જવાથી બચવુ જાેઈએ કારણ કે તેમાં સંક્રમણ ફેલાવાની સંભાવના વધુ હોય છે. પરંતુ હોસ્પિટલમાં દાખલ થવા અને આઈસીયૂમાં શિફ્ટ થવાની સંભાવના ઓછી છે.

File-01-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *