Maharashtra

મહારાષ્ટ્ર-કર્ણાટક વિવાદને લઈ બોર્ડર પર ૫ હજાર પોલીસ કર્મીઓનો કાફલો ખડદી દેવાયો

મુંબઇ
કર્ણાટક મહારાષ્ટ્રની વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદને લઈ કર્ણાટક વિધાનસભામાં હંગામો શરૂ થઈ ગયો છે. સ્થિતિને જાેતા બેલાગવીમાં મોટી સંખ્યામાં પોલીસ દળને તૈનાત કરવામાં આવ્યું છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વિવાદમાં અલગ અલગ સમુદાયના લોકો હિંસા પણ કરી શકે છે. સરકારી પ્રવક્તા મુજબ હાલ વિધાનસભામાં સ્થિતિ નિયંત્રણમાં હોવાની સાથે બેલાગવીમાં શાંતિ છે, સ્થિતિને નિયંત્રિત કરવા અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે શહેરમાં લગભગ ૫ હજાર પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ત્યારે લગભગ ૨ હજારથી વધારે પોલીસકર્મીઓને રિઝર્વ રાખવામાં આવ્યા છે. સરકારી પ્રવક્તા મુજબ તણાવપૂર્ણ માહોલને જાેતા કુલ ૬ પોલીસ અધિક્ષકોને અલગ અલગ મોર્ચે તૈનાત કરવામાં આવ્યા છે. ત્યારે તેમના સપોર્ટ માટે વધુ ૧૧ પોલીસ અધિક્ષક, ૪૩ નાયબ અધિક્ષક, ૯૫ ઈન્પેક્ટર અને ૨૪૧ સબ ઈન્સ્પેક્ટરો સિવાય હજારોની સંખ્યામાં કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ સામેલ છે. તેની સાથે જ જણાવવામાં આવ્યું કે વેક્સિન ડેપો મેદાનમાં મોટી સંખ્યામાં પોલીસકર્મી તૈનાત રહેશે. અહીં મધ્યવર્તી મહારાષ્ટ્ર એકીકરણ સમિતિ બેલગાવીને મહારાષ્ટ્ર સાથે વિલીનીકરણની માંગ સાથે વિરોધ કરી રહી છે.મહારાષ્ટ્રના હાથકનાંગલે મતવિસ્તારમાંથી લોકસભાના સભ્ય ધૈર્યશીલ માનેનો વિનંતી પત્ર જિલ્લા સત્તાવાળાઓએ નકારી કાઢ્યો છે. અધિકારીઓએ કહ્યું કે તેમના ભડકાઉ ભાષણ અને નિવેદનથી શહેરમાં કાયદો વ્યવસ્થા બગડી શકે છે. સાંસદ માનેએ જિલ્લાના અધિકારીઓને લખેલા પત્રમાં પોતાની યાત્રા દરમિયાન વ્યવસ્થા રાખવાનો આગ્રહ કર્યો હતો. બીજી તરફ એમઈએસ સિવાય ઘણા અન્ય ખેડૂત સંગઠનોએ પણ બેલગાવીમાં પોતાની માંગને લઈ પ્રદર્શન શરૂ કરી દીધું છે. જણાવી દઈએ કે કર્ણાટક વિધાનસભા સત્ર વર્તમાન વિધાનસભાનું છેલ્લું સત્ર છે. ૪ મહિના બાદ કર્ણાટકમાં ચૂંટણી થવાની છે. આ મુદ્દાને લઈ મહારાષ્ટ્ર એકીકરણ સમિતિ અને રાકાંપાના સભ્યોએ સોમવારે કર્ણાટક-મહારાષ્ટ્ર સરહદ પર કોગનોલી ટોલ પ્લાઝાની પાસે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સ્થિતિ નિયંત્રણને બહાર જતી જાેતા જિલ્લા તંત્રએ સમગ્ર વિસ્તારમાં કલમ ૧૪૪ લાગુ કરી દીધી છે. તેની સાથે જ જિલ્લા સિવાય આસપાસના જિલ્લાની પોલીસને પણ એલર્ટ કરી દેવામાં આવી. બીજી તરફ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મહારાષ્ટ્ર અને કર્ણાટકની વચ્ચે મધ્યસ્થતા કરી છે. તેમને કહ્યું કે આ મુદ્દા પર હવે રાજનીતિ ના થવી જાેઈએ. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ વિધાનસભામાં કહ્યું કે આ સમય એકબીજાની સાથે ઉભો રહેવાનો છે, તેમાં રાજનીતિની વાત ના થવી જાેઈએ.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *