Maharashtra

મહારાષ્ટ્ર માર્ચ મહિનાથી સંપૂર્ણ અનલોક થશે ઃ મંત્રી રાજેશ ટોપે

મહારાષ્ટ્ર
કોરોના સંક્રમણ કાબૂમાં આવી ગયું છે પરંતુ એવું નથી કે તે બિલકુલ ઘટી ગયું છે. તેમ છતાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માર્ચ મહિનામાં મહારાષ્ટ્રમાંથી તમામ નિયંત્રણો હટાવવા માટે તૈયાર અને ઈચ્છુક છે. પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, નાના કે મોટા પ્રતિબંધો ૧૦૦ ટકા દૂર કરવામાં આવશે. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ શનિવારે મુખ્ય પ્રધાનને ટાંકીને આ જાહેરાત કરી હતી. રાજ્યની કોરોના ટાસ્ક ફોર્સે માર્ચ મહિના પછી કુલ અનલૉક કરવાની માહિતી પણ આપી છે. મહારાષ્ટ્રની કોરોના ટાસ્ક ફોર્સ પણ માને છે કે કોરોના સંક્રમણ સંપૂર્ણ રીતે ઓછું નથી થયું, તેમ છતાં તે હાલમાં નિયંત્રણમાં છે. ટાસ્ક ફોર્સના અભિપ્રાય બાદ જ સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ આ નિવેદન આપ્યું છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને પણ પત્ર મોકલ્યો છે કે કોરોનાની સ્થિતિને જાેતાં તેઓ તે મુજબ કોરોના નિયંત્રણોમાં છૂટ આપે. રાજ્યમાં ઝડપથી રસીકરણ પૂર્ણ થવાની અસર પ્રતિબંધોમાં ઢીલના સ્વરૂપમાં જાેવા મળશે. આ જ કારણ છે કે માર્ચ મહિનામાં નિયમો અને નિયંત્રણો વધુ હળવા કરવામાં આવશે. રાજેશ ટોપેએ કહ્યું કે મુખ્યમંત્રી પણ ઈચ્છે છે કે રાજ્યમાં આર્થિક વ્યવહાર અને અન્ય તમામ સેવાઓ કોવિડ સમયગાળા પહેલાની જેમ જ શરૂ થવી જાેઈએ. હવે રાજ્યમાં લાંબા સમય સુધી કોઈ પ્રતિબંધ રહેશે નહીં. આવી સ્થિતિમાં રેસ્ટોરાં-હોટલ, લગ્ન સમારોહ, થિયેટર-સિનેમા હોલમાં લાદવામાં આવેલા નિયંત્રણો અને શરતો હટાવવામાં આવશે. અને આ તમામ કોરોના સમયગાળા પહેલાની જેમ તેમની ૧૦૦ ટકા ક્ષમતા સાથે શરૂ કરી શકાશે. મહારાષ્ટ્રમાં ૧૦૦% અનલોકિંગ ફેબ્રુઆરીમાં જ થઈ ગયું હોત, પરંતુ કોરોના ટાસ્ક ફોર્સના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કોરોનાનો નવો વેરીઅન્ટ આવ્યો અને ચિંતાઓ વધારી. તેથી, સાવચેતી દર્શાવતા, થોડી વધુ ધીરજ રાખવાની જરૂર પડી હતી. યુકેમાં ડેલ્ટાક્રોન જેવા નવા વેરીઅન્ટના આગમન સાથે, સાવચેતી અને ધીરજની જરૂરિયાત ઊભી થઈ છે. કોરોનાની ત્રીજી લહેરમાં ઓમિક્રોન વેરિઅન્ટ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગયો. પરંતુ તે બહુ ઘાતક ન હોવાથી તાત્કાલિક નિયંત્રણ મેળવવામાં સફળતા મળી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *