મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર સહિત દેશભરના વીજ કર્મચારીઓ હડતાળ પર છે. આ હડતાલ વીજ કંપનીઓના ખાનગીકરણના વિરોધમાં પાડવામાં આવી છે. વીજ કર્મચારીઓ, અધિકારીઓ, એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટ કામદારોના ૩૯ સંગઠનો હડતાળ પર અડગ છે. લગભગ ૮૫ હજાર કર્મચારીઓએ આ હડતાળમાં ભાગ લેવા માટે સંમતિ આપી છે. રાજ્યના મોટા શહેરોમાં વીજ કંપનીઓની ઓફિસો સામે કર્મચારીઓ ધરણા યોજવાના છે. દરમિયાન રાજ્ય સરકારે કર્મચારીઓને હડતાળ પર જવાની મનાઈ ફરમાવી છે. જાે તમે હડતાળ પર જશો તો મેસ્મા એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. કર્મચારીઓની માંગ છે કે સરકારી કંપનીઓનું ખાનગીકરણ બંધ કરવામાં આવે. આ કર્મચારીઓ કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ ૨૦૨૧ના ખાનગીકરણની યોજનાનો વિરોધ કરી રહ્યા છે. કર્મચારીઓની માંગ છે કે ત્રણેય વીજ કંપનીમાં ૩૦ હજાર કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સ મજૂરોને ૬૦ વર્ષની ઉંમર સુધી નોકરીની સુરક્ષા આપવામાં આવે. મહાનિર્મિતી કંપની દ્વારા સંચાલિત હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર સ્ટેશન ખાનગી ઉદ્યોગકારોને સોંપવાની યોજના તાત્કાલિક બંધ કરવી જાેઇએ. ત્રણેય કંપનીઓમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી અટકાવવા, બદલીનો એકતરફી ર્નિણય, કંપનીઓમાં સિનિયર હોદ્દાઓ પર બિનજરૂરી ભરતી, ટ્રાન્સફર-પોસ્ટિંગમાં રાજકીય દખલગીરી બંધ કરવાની માંગ સાથે અધિકારીઓ, કર્મચારીઓ અને કામદારો હડતાળ પર છે. હડતાળના કારણે આજે તમારા ઘરની વીજળી સંબંધિત ફરિયાદોનું નિરાકરણ નહીં આવે. એક તરફ જીમ્ૈં સિવાય રાષ્ટ્રીયકૃત બેંક અને રાષ્ટ્રીય કર્મચારી સંગઠનોના તમામ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે, દેશભરમાં ૫ લાખથી વધુ કર્મચારીઓ હડતાળમાં જાેડાયા છે અને આજે બેંકિંગ સિસ્ટમ પણ યોગ્ય રીતે કામ કરી રહી નથી. બીજી તરફ મોડીરાતથી મહારાષ્ટ્ર સહિત દેશભરના વીજ કર્મચારીઓ પણ હડતાળ પર ઉતરી ગયા છે. જાે કે રાજ્ય સરકારે મેસ્મા એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. અન્ય એક મહત્વના સમાચાર એ છે કે હવે વીમા ક્ષેત્ર સાથે જાેડાયેલા કર્મચારીઓ પણ હડતાળ પર જવાના છે. આ કર્મચારીઓ ખાનગીકરણના વિરોધમાં મુંબઈમાં એલઆઈસી ઓફિસની બહાર આંદોલન પણ કરવાના છે.