Maharashtra

મારા પર મારી માતાની સાથે ગદ્દારી કરવાનું દબાણ કરવામાં આવ્યું ઃ સંજય રાઉત

મુંબઇ
પાત્રા ચોલ કૌભાંડમાં જેલમાં બંધ શિવસેનાના સાંસદ સંજય રાઉતે કોર્ટમાં હાજરી દરમિયાન પોતાની માતાને એક ભાવુક પત્ર લખ્યો છે પત્રમાં તેમણે શિવસેનાની સરખામણી પોતાની માતાથી કરી છે તેમણે કહ્યું કે તેમના પર શિવસેનાની સાથે ગદ્દારી કરવાનું દબાણ બનાવવામાં આવ્યું પરંતુ તે ઝુંકયા નહીં. પોતાના પત્રમાં રાઉતે લખ્યું મા હું જરૂર પાછો આવીશ,શિવસેના પણ અમારી માતા છે કારણ કે તમે મારી માતા છો મારા પર મારી માતાની સાથે બેઇમાની કરવાનું દબાણ કરવામાં આવ્યું.સંજય રાઉતે પત્રમાં એ પણ કહ્યું છે કે મારે જેલ જવું પડયું કારણ કે હું તે ધમકીઓથી ગભરાયો નહીં રાઉતે ન્યાયિક હિરાસતમાં જતા પહેલા સત્ર અદાલતમાં રહી પોતાની માતાને આ ભાવુક પત્ર લખ્યો. તેમાં તેમણે કહ્યું કે હમણા જ મારી ઇડી કસ્ટડી ખત્મ થઇ હું તમને આ પત્ર ન્યાયિક હિરાસતમાં જતા પહેલા કોર્ટની બહાર બેચ પર બેસીને લખી રહ્યો છું તમને પત્ર લખતા અનેક વર્ષ થઇ ગયા છે.કેન્દ્ર સરકારે આ પત્ર લખવાની તક આપી છે શિવસેના સાંસદે આ પત્ર પોતાની માતાને આઠ ઓગષ્ટે લખ્યો છે પત્રને સંજય રાઉતના ટિ્‌વટર એકાઉન્ટથી શેર પણ કરવામાં આવ્યો છે.આ પત્રમાં સંજય રાઉતે શિવસેનાની સરખામણી પોતાની માતા સાથે કરી છે. રાઉતે કહ્યું છે કે તમે (મા) અમારા મગજમાં એ અંકિત કરી દીધુ છે કે અમારે શિવસેના પ્રત્યે વફાદાર રહેવું જાેઇએ તેમણે કહ્યું કે અમે દુશ્મનની આગળ ઝુકીશું નહીં આ સ્વાભિમાન અમને તમારાથી મળ્યટું છે તમે અમને શિવસેનાની સાથે બેઇમાની કરવાનું શિખવ્યું નથી રાઉતે એ પણ કહ્યું કે મુશ્કેલ સમયમાં શિવસેના એકલી પડી ગઇ છે તો બાલાસાહેબ શું વિચારશે રાઉતે એ પણ કહ્યું કે તે પણ દેશની સીમાઓ પર લડી રહેલ સૈનિકતોની જેમ અન્યાયની વિરૂધ્ધ લડી રહ્યાં છે. એ યાદ રહે કે પાત્રા ચોલ કૌભાંડમાં તેમની સામે ચાર્જશીટ જારી થઇ ચુકી છે.જેમાં બતાવવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૦૬-૦૭માં રાઉતે અધિકારીઓની સાથે અનેક બેઠકોમાં ભાગ લીધો તે તમામ બેઠકો પાત્રા ચોલને લઇને જ થઇ હતી તે બેઠકો બાદ જ આ મામલામાં રાકેશ વધાવનની ભૂમિકા શરૂ થઇ હતી જેમણે રીડેવલપમેંટના કામ માટે પસંદ કરવામાં આવ્યો રાઉત પર મોટો આરોપ એ છે કે પાત્રા ચોલ કૌભાંડમાં જે પૈસા મળ્યા તેનાથી તેમણે જમીન ખરીદી કરી કેટલાક ખરીદદારોએ તપાસ એજન્સીની સામે તેની પુષ્ટી પણ કરી દીધી છે. આ ઉપરાંત રાઉતે પોતાની પત્નીના નામ પર પણ સંપત્તિ લીધી છે ચાર્જશીટ અનુસાર રાઉતની પત્નીના નામ પર દાદરમાં એક ફલેટ લેવામાં આવ્યો છે.જયારે કૌભાંડવાળા પૈસા દ્વારા સંજય રાઉતના પરિવારે વિદેશી પ્રવાસ પણ કર્યો છે આવામાં રાઉતની વિરૂધ્ધ મની લોન્ડ્રીંગનો એક મજબુત મામલો બન્યો છે.

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *