મુંબઈ
ભારતીય મોસમ વિભાગે પહેલા અંદાજ લગાવ્યો હતો કે દક્ષિણ પશ્ચિમી મોન્સૂન ૧૧ જૂનના રોજ મુંબઈ પહોંચી જશે. તે પ્રમાણે વરસાદની શરૂઆત થઇ ગઈ છે. ૧૫ જૂનની બપોરે કે સાંજ સુધી વરસાદ અને ભારે પવન ફુંકાવાની સંભાવના છે. છેલ્લા ૨૪ કલાકની અંદર જુહુ એરપોર્ટના વિસ્તારમાં ૫૬ મિલીમીટર વરસાદ નોંધાયો છે. ગત વર્ષે મુંબઈમાં ૧૧ જૂનની આધિકારિક તારીખ કરતા બે દિવસ પહેલા જ ૯ જૂને મોન્સૂનની એન્ટ્રી થઇ હતી. તે સમય સુધીમાં શહેરમાં ૧૦૦ મિલિમીટર વરસાદ થઇ ગયો હતો. શુક્રવારે દક્ષિણ મુંબઈમાં વરસાદની એન્ટ્રી થઇ હતી. સ્ટાયમેટ વેધરના મતે આ પ્રથમ પ્રિ મોન્સૂન વરસાદ હતો. આ દરમિયાન મુંબઈના સાંતોક્રુઝમાં ૧૫ મિમી વરસાદ નોંધાયો હતો. શહેરમાં સાંજે અને રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો. મુંબઈના ઘણા વિસ્તારમાં શનિવારે પણ વરસાદ થયો હતો. વડાલા વિસ્તારમાં રસ્તા પર પાણી ભરી ગયા હતા. નાશિકના ત્ર્યંબકેશવરમાં એક રિક્ષા પર બે મોટા ઝાડ પડતા રિક્ષામાં સવારી કરનાર મુસાફર અને રિક્ષા ચાલકનું મોત થયું હતું. બાકી ૨ યાત્રી ગંભીર રૂપથી ઇજાગ્રસ્ત થયા છે. જેમની સારવાર ચાલી રહી છે. ભારે પવન અને વરસાદના કારણે ઠાણેમાં એક ઝાડ ઉખડીને ટેમ્પો પર પડ્યું હતું. આ ઘટનામાં કોઇના ઇજાગ્રસ્ત થવાના સમાચાર મળ્યા નથી. હવામાન વિભાગની આગાહી – હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ૪૮ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની અસર જાેવા મળશે. હાલ મહારાષ્ટ્રમાં ચોમાસાની અસર જાેવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં વરસાદી માહોલ જાેવા મળશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ રહી શકે છે. આ ઉપરાંત રાજ્યમાં કેટલાક વિસ્તારમાં થન્ડર સ્ટોર્મની એક્ટિવિટી પણ રહી શકે છે. હાલ ભેજવાળા પવનને પગલે વરસાદી માહોલ જામ્યો છે.દિલ્હીમાં ભલે ગરમીથી હાલત ખરાબ થઇ રહી હોય પણ મુંબઈમાં મોસમ મહેરબાન છે. મુંબઈમાં ઘણા વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. મુંબઈમાં વરસાદની સાથે જાેરદાર પવન પણ જાેવા મળ્યો હતો. વરસાદના કારણે કેટલાક વિસ્તારોની સ્થિત ખરાબ બની છે. નાસિકમાં બે લોકોના મોતના સમાચાર છે.