Maharashtra

મુંબઈમાં ફેબ્રુઆરીના અંત સુધી ૧૦૦ ટકા અનલોક થઈ જશે

મુંબઈ
મુંબઈમાં કોરોનાકાળના પ્રતિબંધ ઘણી હદ સુધી ઓછા થઈ ચૂક્યા છે. જનજીવન ધીમે-ધીમે સામાન્ય થઈ રહ્યું છે. લોકોના કામ-ધંધા પણ રાબેતા મુજબ થઈ રહ્યા છે. હવે રાજ ઠાકરેની પાર્ટી એમએનએસના મનોરંજન વિભાગના અધ્યક્ષે માંગ કરી છે કે સિનેમા હોલ અને થિયેટરોને પણ ૧૦૦ ટકા ક્ષમતા સાથે શરૂ કરવાની પરવાનગી આપવામાં આવે. મુંબઈવાસીઓની આજ માંગ દરિયાકિનારા, ગાર્ડન, પાર્ક, સ્વિમિંગ પુલ, વોટર પાર્ક, થીમ પાર્કને લઈને પણ છે. હાલમાં મુંબઈમાં કોરોના સંક્રમણ ઘણુ ઓછુ થઈ ચૂક્યુ છે. સોમવારે મુંબઈમાં કોરોનાના કેસ ૫૦૦થી પણ ઓછા એટલે કે ૩૫૬ જ સામે આવ્યા. તે સિવાય ૯૪૯ લોકો કોરોનાથી મુક્ત પણ થયા. મુંબઈમાં કોરોના રિક્વરી રેટ પણ એક ટકા વધી ગયો છે. હાલ કોરોના રિક્વરી રેટ ૯૮ ટકા છે. હાલમાં મુંબઈમાં કોરોનાના એક્ટિવ કેસ ૫,૧૩૯ છે. મુંબઈમાં કોરોનાનો સાપ્તાહિક ગ્રોથ રેટ હાલમાં ૦.૦૯ ટકા છે. ત્યારે ગઈ કાલે કોરોનાથી ૫ લોકોના મોત પણ થયા.થોડા દિવસ પહેલા જ મુંબઈ મહાનગરપાલિકાએ રાત્રિ કર્ફ્‌યૂ હટાવી લીધો હતો અને હોટલ, રેસ્ટોરન્ટ, સિનેમાઘરો, નાટકઘરો, થીમ પાર્ક, સ્વિમિંગ પુલને ૫૦ ટકા ક્ષમતા સાથે શરૂ કરવાની પરવાનગી આપી હતી. લગ્ન પ્રસંગોમાં પણ સંબંધિત જગ્યાની ક્ષમતાના ૨૫ ટકા અથવા વધારેમાં વધારે ૨૦૦ લોકોને હાજર રહેવાની પરવાનગી છે. હવે કોરોના સંક્રમણ નિયંત્રણમાં આવી ચૂક્યુ છે. તેથી મ્સ્ઝ્રએ હવે પ્રતિબંધોનને પૂરી રીતે હટાવી લેવાનું મન બનાવી લીધુ છે. તેવા એડિશનલ કમિશ્નર સુરેશ કાકાણીએ સંકેત આપ્યા છે.ફેબ્રુઆરી મહિનાના અંત સુધી મુંબઈમાં ૧૦૦ ટકા અનલોક થઈ જશે. મુંબઈ મહાનગરપાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ આ જાણકારી આપી છે. મુંબઈમાં કોરોના હવે ફૂલ કંટ્રોલમાં આવી ચૂક્યો છે. હવે દરરોજ ૫૦૦થી ઓછા કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. સમગ્ર શહેરમાં કોરોનાના કારણે હાલમાં એક જ ઈમારત સીલ છે. મ્સ્ઝ્રનો દાવો છે કે આગામી અઠવાડિયા સુધી મુંબઈમાં ૧૦૦ ટકા લોકોનું વેક્સિનેશન પૂરૂ થઈ જશે. ત્યારે ફેબ્રુઆરીના અંત સુધીમાં મુંબઈમાંથી કોરોનાના નિયમો અને પ્રતિબંધોને પૂરી રીતે હટાવી લેવામાં આવશે. તેની પુરી તૈયારી કરવામાં આવી ચૂકી છે.

Mumbai-Unlock-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *