Maharashtra

મુંબઈ ઈન્ડિયન્સના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ

મુંબઈ
આ વખતની આઈપીએલની સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનું પરફોર્મન્સ અત્યંત નબળું જાેવા મળી રહ્યું છે. સોમવારે ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પાંચ વાર ખિતાબ જીતી ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમને કોલકાતા નાઈટ રાઈડર્સે ૫૨ રનથી કચડી નાખી. સ્ટાર બોલર જસપ્રીત બુમરાહના જબરદસ્ત પરફોર્ન્સ છતાં ટીમ જીત મેળવવામાં નિષ્ફળ ગઈ. મુંબઈની હાલની આઈપીએલ સીઝનમાં આ નવમી હાર છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચા ક્રમે છે. આ સાથે જ રોહિત શર્માના નેતૃત્વમાં રમી રહેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમે એક શરમજનક રેકોર્ડ પણ નોંધાવી દીધો છે. મુંબઈએ આઈપીએલની કોઈ પણ સીઝનમાં પહેલીવાર આટલી મેચ ગુમાવી છે. આ અગાઉ ૨૦૦૯, ૨૦૧૪ અને ૨૦૧૮માં ૮-૮ મેચ હારી હતી. જ્યારે ૨૦૧૨, ૨૦૧૬ અને ૨૦૨૧માં ૭-૭ મેચ ગુમાવી હતી. ટોસ જીતીને કોલકાતા નાઈટ રાઈડર્સે પહેલા બેટિંગ કરીને ૯ વિકેટ ગુમાવી ૨૦ ઓવર્સમાં ૧૬૫ રન કર્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ૫ વિકેટ લીધી હતી જ્યારે કુમાર કાર્તિકેયે ૨ વિકેટ લીધી હતી. જવાબમાં મુંબઈની ટીમે ખુબ જ નિરાશાજનક પ્રદર્શન કરતા ૧૭.૩ ઓવરોમાં ૧૧૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ઈશાન કિશને સૌથી વધુ ૫૧ રન કર્યા. મુંબઈ ઈન્ડિન્સનો આઈપીએલમાં કોલકાતા સામે ૧૧૩ રનનો સ્કોર બીજાે ન્યૂનતમ સ્કોર રહ્યો. આ અગાઉ ૨૦૧૨માં વાનખેડે સ્ટેડિયમ પર કોલકાતા સામે રોહિતની ટીમ ૧૦૮ રનમાં ઓલઆઉટ થઈ હતી. મેચ બાદ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે જે પ્રકારે બેટિંગ થઈ તેનાથી હું નિરાશ છું. મને લાગે છે કે આ પિચ પર આ સ્કોર સારો હતો. પરંતુ અમે બેટિંગથી ખરાબ પ્રદર્શન કર્યું. અહીં અમે ચોથી મેચ રમી રહ્યા હતા અને અમને ખબર હતી કે પિચ કેવી રહી શકે છે. કેટલાક બોલ ખુબ ઝડપથી ઉછળ્યા પરંતુ આમ થતું રહે છે. અમને ખબર છે કે ફાસ્ટ બોલરને મદદ મળશે પરંતુ અમે સારી બેટિંગ કરી નહીં. સારી ભાગીદાર થઈ નહીં અને અમને આજે તેની કમી નડી. રોહિતે જાે કે બુમરાહના ખુબ વખાણ કર્યા. તેણે કહ્યું કે બુમરાહે આજે વિશેષ પ્રદર્શન કર્યું.

India-Mumbai-IPL-2022-Mumbai-Indians-First-Time-Lost-9-Matches-Cricket.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *