મુંબઈ
મુંબઈ ટેલિકોમ સર્કલમાં રિલાયન્સ જિયોનું નેટવર્ક કથિત રીતે ડાઉન છે. ઘણા લોકોએ જાણ કરી છે કે ઇીઙ્મૈટ્ઠહષ્ઠી ત્ર્નૈ નંબરો પરથી આવતા કૉલ્સ કનેક્ટ થઈ રહ્યાં નથી. ઘણા ત્ર્નૈ વપરાશકર્તાઓએ ટિ્વટર પર જાણ કરી છે કે તેઓ આ સમયે તેમના ત્ર્નૈ નંબરોથી કોઈ સેલ્યુલર કૉલ્સ કરી શકતા નથી. દરમિયાન, નોન-જિયો નંબર ધરાવતા લોકો પણ ત્ર્નૈ નંબરો ધરાવતા લોકોને કોલ પેચ કરી શકતા નથી. અસરગ્રસ્ત વિસ્તારોમાં તમામ ઉપનગરીય મુંબઈ તેમજ થાણેના વિસ્તારો જેમ કે કલ્યાણ અને ડોમ્બિવલીનો સમાવેશ થાય છે. ત્ર્નૈ એ હજુ સુધી આઉટેજને કારણે થતી ચોક્કસ સમસ્યાની પુષ્ટિ કરી નથી, પરંતુ હાલમાં, એ પણ જાણી શકાયું નથી કે મુંબઈ ટેલિકોમ સર્કલની બહારના અન્ય વિસ્તારોમાં ત્ર્નૈ નેટવર્ક આવી કોઈ આઉટેજ અનુભવી રહ્યા છે કે કેમ. જ્યાં સુધી આઉટેજનું નિરાકરણ ન થાય ત્યાં સુધી, ત્ર્નૈ વપરાશકર્તાઓ વાતચીત માટે વૈકલ્પિક નંબરનો ઉપયોગ કરી શકે છે. જાે તે શક્ય ન હોય, તો તમે નજીકના ઉૈહ્લૈ નેટવર્કથી કનેક્ટ કરી શકો છો અને ઉરટ્ઠંજછॅॅ કૉલ જેવી ઇન્ટરનેટ-આધારિત કૉલિંગ સેવાઓનો ઉપયોગ કરી શકો છો, જે સારું કામ કરતું હોવું જાેઈએ. હાલ ઉલબ્ધ માહિતી પ્રમાણે એટલું જાણી શકાયું છે કે યુઝર્સ સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે વધુ વિગત અને જિયો દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિની રાહ જાેવાઈ રહી છે.
