Maharashtra

મુસાફરોથી ભરેલી ફ્લાઈટને ટોઈંગ કરતા વાહનમાં આગ લાગી

મુંબઈ
મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આગઃ મુંબઈ એરપોર્ટ પર ૧૧ વાગ્યે મોટી દુર્ઘટના ટળી હતી. વાસ્તવમાં મુસાફરોથી ભરેલા પ્લેનને ટોઈંગ કરનાર ટ્રેક્ટરમાં આગ લાગી હતી. આગની ઘટના બાદ એરપોર્ટ અધિકારીઓમાં ગભરાટ ફેલાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. તાજેતરની માહિતી મુજબ તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવાય છે. મુંબઈમાં આગની આવી જ એક ઘટના ભાયખલા વિસ્તારમાં બની હતી. મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈના ભાયખલા વિસ્તારમાં આવેલા લાકડાના ગોડાઉનમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. અચાનક લાગેલી આગના કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટનો માહોલ જાેવા મળ્યો હતો. અહેવાલો અનુસાર, એવુ કહેવામાં આવી રહ્યુ છે કે આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ૮ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સાથે જ એમ્બ્યુલન્સ પણ સ્થળ પર તૈયાર રાખવામાં આવી હતી. જાે કે હજુ સુધી આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ નથી.મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી હતી. અહીં મુસાફરોથી ભરેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને ટોઈંગ કરતા વાહનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. થોડી જ વારમાં એરપોર્ટના રનવે પર આગ ફાટી નીકળી હતી. આ ઘટના ૧૦મી જાન્યુઆરીએ સવારના ૧૧ વાગ્યાની આસપાસ બની હતી. આગના કારણે એરપોર્ટ અધિકારીઓમાં ગભરાટ ફેલાયો હતો. જાે કે, એરપોર્ટ ફાયર બ્રિગેડ દ્વારા સમયસર આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.

Mumbai-Airport.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *