Maharashtra

મેકર્સે અપકમિંગ ફિલ્મ ‘જન ગણ મન’ બનાવવાનો પ્લાન પડતો મૂક્યો

મુંબઈ
લાઈગરને બાહુબલિ અને કેજીએફ જેવી બ્લોકબસ્ટર ફિલ્મ બનાવવાના પ્રયાસ સંદતર નિષ્ફળ રહ્યા છે. વિજય દેવરકોન્ડાની પહેલી પાન ઈન્ડિયા ફિલ્મને અપેક્ષા કરતાં વિપરિત રિસ્પોન્સ મળ્યો હોવાથી લાઈગરના મેકર્સ ચિંતામાં મૂકાયા છે અને હવે તેમણે અપકમિંગ ફિલ્મ જન ગણ મનને બનાવવાનો પ્રોજેક્ટ પડતો મૂક્યો છે. લાઈગરના ધબડકા બાદ ફિલ્મના મેકર્સ અને વિજય દેવરકોન્ડા ડેમેજ કંટ્રોલ કરવા મથી રહ્યા છે. રિપોર્ટ્‌સ મુજબ, લાઈગરના કારણે ડિસ્ટ્રિબ્યુટર્સને ખોટ ગઈ છે અને તેમણે પોતાનો ગુસ્સો ડાયરેક્ટર પુરી જગન્નાથ પર ઠાલવ્યો છે. પરિસ્થિતિ જાેઈને પુરી જગન્નાથે ડિસ્ટ્રિબ્યુટર્સને નાણાં પરત કરવાનો ર્નિણય લીધો છે. ફિલ્મના કો-પ્રોડ્યુસર ચાર્મી કૌરે હતાશા ખંખેરવા માટે સોશિયલ મીડિયામાંથી કામચલાઉ સન્યાસ લીધો છે. તેમણે ટિ્‌વટ કરીને જણાવ્યું હતું કે, થોડા સમય બાદ તે દમદાર કમબેક કરશે. ત્યાં સુધી જીવો અને જીવવા દો. વિજય દેવરકોન્ડાની અગાઉની ફિલ્મ અર્જુન રેડ્ડી સાઉથમાં સુપરહિટ રહી હતી અને તેની હિન્દી રીમેક કબીર સિંહ નામથી બની હતી. જેના કારણે દેવરકોન્ડાને હિન્દી માર્કેટ પર મોટો આશાઓ હતી. જાે કે ત્યારબાદની ફિલ્મ લાઈગર ફ્લોપ જતાં દેવરકોન્ડાએ પોતાની ફીમાંથી રૂ.૬ કરોડ મેકર્સને પરત કરવાનો ર્નિણય લીધો છે. લાઈગર રીલિઝ થઈ તે પહેલાં પુરી જગન્નાથ અને ચાર્મી કૌરે જન ગણ મન બનાવવાની તૈયારીઓ શરૂ કરી હતી. આ મેગા બજેટ ફિલ્મને હાલ પૂરતી પડતી મૂકી દેવાઈ છે. લાઈગરનો ધબડકો જાેઈને તેઓ નવું જાેખમ ટાળવા માગે છે.

File-01-Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *