Maharashtra

મૈને પ્યાર કિયા ફિલ્મની અભિનેત્રી ભાગ્યશ્રી પોતાનો ૫૩મો જન્મદિવસ ઉજવ્યો

મુંબઈ
અભિનેત્રીએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત સલમાન ખાન સાથે કરી હતી. તેણે સલમાનની ૧૯૮૯માં આવેલી ફિલ્મ મૈને પ્યાર કિયાથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો અને તે વર્ષની હિટ ફિલ્મો પૈકી એક હતી. આ ફિલ્મ માટે ભાગ્યશ્રીને બેસ્ટ ફિમેલ ડેબ્યૂનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. આ પછી તે ‘ત્યાગી’, ‘પાયલ’, ‘ઘર આયા મેરા પરદેસી’ કન્નડ ફિલ્મ ‘ઓમકારમ’માં જાેવા મળી હતી. આજે ભાગ્યશ્રી તેની વૃદ્ધાવસ્થામાં પણ તેની ફિટનેસનું સંપૂર્ણ ધ્યાન રાખે છે, તેથી જ તેની સુંદરતા આજે પણ અકબંધ છે. તેને જાેઈને કોઈ કહી શકે નહીં કે તે ૫૩ વર્ષની છે. તે દરરોજ યોગ અને કસરત કરે છે. હેલ્થી રૂટિનને ફોલો કરે છે. ભાગ્યશ્રી આ વર્ષે રિલીઝ થનારી પ્રભાસની ફિલ્મ ‘રાધે શ્યામ’નો પણ એક ભાગ છે. ભાગ્યશ્રીનો પુત્ર અભિમન્યુ દાસાની બોલિવૂડ એક્ટર છે. તેણે ‘મર્દ કો દર્દ નહીં હોતા’ સાથે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. તે આજે બોલિવૂડમાં ઘણી શાનદાર ફિલ્મો કરી રહ્યો છે. તાજેતરમાં સાન્યા મલ્હોત્રા સાથે ‘મિનાક્ષી સુંદરેશ્વર’માં જાેવા મળી હતી બોલિવૂડ અભિનેત્રી ભાગ્યશ્રીએ ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તે તેના સમયની સૌથી સુંદર એક્ટ્રેસ પૈકી એક હતી. તેમનો જન્મ ૨૩ ફેબ્રુઆરી ૧૯૬૯ના રોજ થયો હતો. આજે ભાગ્યશ્રી એક્ટિંગમાં ઓછી પરંતુ સમાજ સેવાના કાર્યોમાં ખૂબ સક્રિય છે.

Bhagyashree-53-Years-Old.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *