Maharashtra

‘યમરાજ કોલિંગ ૨’ ફેમિલી લાઈફને એન્જાેય કરતા શીખવશે

મુંબઈ
નવા વિક્રમ સંવતની શરૂઆતની સાથે જ શેમારૂમી ફરી એકવાર ખડખડાટ હાસ્યના ડોઝની સાથે જીવનની માર્મિક વાતો લાવી રહ્યું છે, કારણ કે અમર અને તેનો પરિવાર ફરી આવી રહ્યો છે. ગુજરાતી વેબસિરીઝ યમરાજ કોલિંગને મળેલી શાનદાર સફળતા બાદ હવે શેમારૂમી પર ટૂંક સમયમાં જ તેની બીજી સિઝન સ્ટ્રીમ થવાની છે. પહેલી સિઝનમાં જ્યાં અમર મહેતા જીવનની નાની નાની પળોને જીવતા શીખ્યો હતો, જીવનને માણતા શીખ્યો હતો, ત્યાં આ વખતે એક નવી ધમાલ સાથે અમર મહેતા અને તેનો પરિવાર આપ સૌને મળવા આવી રહ્યો છે. ૭ એપિસોડની બીજી સિઝનમાં થીમ પરિવારની સાથે જીવાતી દરેક ક્ષણની વિશે છે. આ વખતે પણ વાર્તા અમર મહેતા અને તેના પરિવાર પર આવતી મુસીબતોની જ છે. ખુશખુશાલ જીવન જીવતા અમરના બાપુજીને બ્રેઈન ટ્યુમર ડિટેક્ટ થાય છે, પરંતુ તેમની સારવાર કરાવવા અમર પાસે પૈસા નથી. પારિવારિક લાગણીની આંટીઘૂંટીઓ વચ્ચે રમૂજની સાથે સ્ટ્રોંગ મેસેજ પણ છે. ‘યમરાજ કોલિંગ ૨’ને પણ પહેલી સિઝનના ડિરેક્ટર ધર્મેશ મહેતાએ જ ડિરેક્ટ કરી છે. તો વેબસિરીઝમાં ગત સિઝનના કલાકારોની અદાકારીની મજા માણવા મળશે, બસ એક નવા પાત્રની એન્ટ્રી થવાની છે. યમરાજ કોલિંગ ૨માં દેવેન ભોજાણીની સાથે નીલમ પંચાલ, દીપક ઘીવાલા, મેઝલ વ્યાસ. મીત શાહ, કરણ ભાનુશાળી અને ધર્મેશ વ્યાસ જાેવા મળશે.

File-01-Page-35.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *