મહારાષ્ટ્ર
શિવસેનાના નેતા અને મ્સ્ઝ્રની સ્થાયી સમિતિના અધ્યક્ષ યશવંત જાધવની મુંબઈમાં ૪૧ મિલકતો જપ્ત કરી છે. તેમાંથી એકલા ભાયખલા વિસ્તારમાં ૩૧ અને બાંદ્રામાં ૫ કરોડની કિંમતનો એક ફ્લેટ છે. જપ્ત કરાયેલી મિલકતોમાં ભાયખલામાં ઈમ્પીરીયલ હોટલ અને ન્યૂઝ હોક મલ્ટી મીડિયા પ્રા. લિ.ની પણ ઓફિસ છે. ૈં્ વિભાગે યશવંત જાધવને આ પ્રોપર્ટીના દસ્તાવેજાે બતાવવા કહ્યું છે નહીં તો છ મહિનામાં આ તમામ પ્રોપર્ટીની હરાજી કરવામાં આવશે. આ સિવાય યશવંત જાધવના સાળા વિલાસ મોહિતે અને ભત્રીજા વિનીત જાધવને પણ સમન્સ મોકલવામાં આવ્યા છે. યશવંત જાધવ છેલ્લા કેટલાક દિવસોથી આવકવેરા વિભાગના રડાર પર હતા. થોડા દિવસ પહેલા પણ તેમના ઘર અને મિલકતો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં મળેલી માહિતીના આધારે આ નવી કાર્યવાહી કરવામાં આવી છે. આવકવેરા વિભાગે આજે (૮ એપ્રિલ, શુક્રવાર) ભાયખલાની બિલખાડી ચેમ્બર્સ નામની ઈમારતમાં ૩૧ ફ્લેટ અને બાંદ્રામાં ૫ કરોડના ફ્લેટ સહિત ૪૦ થી વધુ મિલકતો જપ્ત કરી છે. આવકવેરા વિભાગને શંકા છે કે યશવંત જાધવે તમામ મિલકતો પર ૨૦૧૮થી ૨૦૨૨ વચ્ચે મ્સ્ઝ્રની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહીને તેમને પોતાની સત્તાનો દુરુપયોગ કરીને કબજાે જમાવ્યો છે. જાન્યુઆરીમાં ભાજપ નેતા કિરીટ સોમૈયાએ યશવંત જાધવ પર કરોડો રૂપિયાનું કૌભાંડ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે મુંબઈમાં કોવિડ સેન્ટર તૈયાર કરવામાં મોટાપાયે કૌભાંડ થયા છે. સોમૈયાએ તેમના પર મની લોન્ડરિંગનો પણ આરોપ લગાવ્યો હતો. કિરીટ સોમૈયાએ કહ્યું હતું કે તેઓ આવકવેરા વિભાગને પુરાવા એકત્ર કરવામાં મદદ કરશે. આ પછી ભાજપ અને શિવસેનાના નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો. આવકવેરા વિભાગે તેના અહેવાલમાં જણાવ્યું છે કે શિવસેનાના નેતા અને મુંબઈ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ યશવંત જાધવ અને તેમની પત્ની ધારાસભ્ય યામિની જાધવે કરોડો રૂપિયાની ગેરરીતિ કરી છે. આવકવેરા વિભાગે પણ થોડા દિવસો પહેલા તેની મિલકતો પર દરોડા પાડ્યા હતા. આ સમયે જાધવની એક ડાયરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ડાયરીમાં માતોશ્રીને બે કરોડ રૂપિયા રોકડા અને ૫૦ લાખની ઘડિયાળ આપવાનો ઉલ્લેખ હતો. તમને જણાવી દઈએ કે માતોશ્રી એ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના બંગલાનું નામ છે. પરંતુ જાધવે સ્પષ્ટતા કરી હતી કે ‘માતોશ્રી’ દ્વારા તેમનો અર્થ તેમની માતા છે.
