મુંબઈ
બોલીવૂડના પ્રખ્યાત અભિનેતા રણવીર સિંહે હાલમાં એક ફ્લેટ ખરીદ્યો છે આ ફ્લેટની કિંમત તો દૂર ફક્ત સ્ટેમ્પ ડ્યૂટી જાણીને તમે ચોંકી જશો. આ ફ્લેટ બદલ અભિનેતાએ ૭.૧૩ કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ચુકવી છે. તેણે મુંબઈના અપમાર્કેટ બાંદ્રા વિસ્તારમાં ૧૧૯ કરોડ રૂપિયામાં સી-ફેસિંગ વ્યૂ ધરાવતું ક્વાડ્રૂપ્લેક્સ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. દેશમાં સિંગલ રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ માટે આ સૌથી મોટી ડીલ છે. જાે આપણે સામાન્ય વ્યક્તિની વાત કરીએ અને ૩૦ લાખનો એક ફ્લેટ ગણીએ તો આટલી કિંમતમાં ૩૯૬ ફ્લેટ આવી જાય. સી-ફેસિંગ હોવા ઉપરાંત, તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તે અભિનેતા સલમાન ખાનના રહેઠાણ ગેલેક્સી અને શાહરૂખ ખાનના બંગલા મન્નતની વચ્ચે સ્થિત છે. અહીંથી સમુદ્રનો ભવ્ય નજારો જાેવા મળે છે. આ ડીલ મુજબ રણવીર સિંહને આ બિલ્ડિંગમાં ૧૯ કાર પાર્કિંગ સ્લોટ મળશે. આ એપાર્ટમેન્ટ બેન્ડસ્ટેન્ડ પર સુપર પ્રીમિયમ રેસિડેન્શિયલ ટાવર સાગર રેશમના ૧૬મા, ૧૭મા, ૧૮મા અને ૧૯મા માળે છે. તેનો કુલ કાર્પેટ વિસ્તાર ૧૧,૨૬૮ ચોરસ ફૂટ છે અને તેની સાથે ૧,૩૦૦ ચોરસ ફૂટની વિશિષ્ટ ટેરેસ છે. આ ટેરેસ પરથી અરબી સમુદ્રનો અદભૂત નજારો જાેવા મળે છે. આ ડીલની કિંમત ૧ લાખ રૂપિયા પ્રતિ ચોરસ ફૂટથી વધુ છે. બાંદ્રાના તે વિસ્તારમાં પ્રોપર્ટીનો આ જ દર ચાલી રહ્યો છે. તેની બાજુમાં અભિનેતા શાહરૂખ ખાનનો બંગલો મન્નત છે. શાહરૂખે તેને લગભગ બે દાયકા પહેલા ૧૩ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને આજે તેની કિંમત ૩૫૦ કરોડ રૂપિયાની આસપાસ છે. રણવીર સિંહે આ એપાર્ટમેન્ટ ર્ંર હ્લૈદૃી ર્ંર સ્ીઙ્ઘૈટ્ઠ ઉર્િાજ ન્ન્ઁ નામની કંપની દ્વારા ખરીદ્યું છે. રણવીર સિંહ અને તેના પિતા જગજીત સુંદર સિંહ આ કંપનીમાં ડિરેક્ટર છે. કંપનીએ આ ડીલ માટે રૂ. ૭.૧૩ કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. ડીલ મુજબ રણવીર સિંહને આ બિલ્ડિંગમાં ૧૯ કાર પાર્કિંગ સ્લોટ મળશે. રણવીર સિંહ બોલિવૂડમાં સૌથી વધુ કમાણી કરનારા કલાકારોમાંથી એક છે. તેણે ૨૦૧૦માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને ત્યાર બાદ તેણે પાછળ વળીને જાેયું નથી. તેઓ હિન્દી ફિલ્મ ઉદ્યોગના સૌથી વ્યસ્ત અભિનેતાઓમાંના એક છે.


