Maharashtra

રાજપાલ યાદવની આગામી ફિલ્મ અર્ધમાં ટ્રાન્સજેન્ડરની ભૂમિકામાં

મુંબઈ
અભિનેતા રાજપાલ યાદવ તેમની આવનારી ફિલ્મ અર્ધ માટે વાત કરી રહ્યાં છે. આ ફિલ્મમાં તેઓ એક ટ્રાન્સજેન્ડરની ભૂમિકા નિભાવી રહ્યાં છે. હકીકતમાં તેઓએ જણાવ્યું કે શૂટિંગ દરમિયાન લોકોને એમ લાગ્યું હતું કે તેઓ એક ટ્રાન્સજેન્ડર છે. કોઈ તેઓને ઓળખી શક્યા ન હતા. તેઓએ જણાવ્યું કે જ્યારે અમે શૂટિંગ કરી રહ્યાં હતા ત્યારે એક કિન્નરના ગેટઅપમાં તૈયાર હતો અને ટ્રાફિકમાં ચાલી રહ્યો હતો. ‘મજાની વાત એ છે કે કોઈ મને ઓળખી ના શક્યું, અને વ્યક્તિએ મને ૧૦ રૂપિયાની નોટ પણ હાથમાં પકડાવી દીધી. એક અભિનેતા તરીકે આ મારા માટે ખુબ સારી વાત હતી. અર્ધમાં રાજપાલ એક મહત્વકાંક્ષી અભિનેતાનું ભૂમિકા નિભાવી રહ્યાં છે. જે રોજે રોજ ઑડિશન આપવા છતાં સારો રોલ નથી મેળવી શક્તા. પછી એક વખત પત્ની અને પુત્રને સપોર્ટ કરવા માટે ટ્રાન્સજેન્ડરના રૂપમાં તૈયાર થાય છે. ફિલ્મમાં રાજપાલ યાદવ સાથે અભિનેતા રૂબીના દિલાઈક અને હિતેન તેજવાની પણ મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. અર્ધ ફિલ્મમાં રાજપાલ યાદવ એક મહત્ત્વાકાંક્ષી અભિનેતાની ભૂમિકા ભજવી રહ્યાં છે. જેમાં તે પૈસા કમાવવા માટે રોજ નવા નવા સ્ટુડિયોમાં જઈને ઓડિશન આપે છે. પછી તે પોતાની પત્ની અને પુત્રને સપોર્ટ કરવા માટે ટ્રાન્સજેન્જરનો રોલ કરવા તૈયાર થઈ જાય છે. આ ફિલ્મમાં રાજપાલ સાથે જુબીના દિલાઈક અને હિતેન તેજવાની મુખ્ય ભૂમિકાઓમાં હશે. રાજપાલ યાદવ છૂપછૂપ કે, ભૂલ ભૂલૈયાં, ઢોલ, હેરાફેરી, માલામાલ વિકલી, લેડિઝ ટેલર, હંગામા, પતિ-પત્ની ઓર વો, ભાગમભાગ, ખટ્ટામીઠા, મેં મેરી પત્ની ઔર વો, ગરમ મસાલા, દે ધનાધન, જંગલ, એક્શન રિપ્લે, કુસ્તી, ચલ ચલાચલ, ભૂતનાથ, વક્ત અને બમ્પર ડ્રો સહિત ઢગલાબંધ ફિલ્મોમાં કામ કરી ચૂક્યાં છે. જેમાં ખાસ કરીને તેમની ઈનોસન્ટ કેમેડી અને તેમના ગજબના કોમિક ટાઈમિંગના કારણે દર્શકોએ તેમના વિવિધ કિરદાર એટલેકે, ભૂમિકાઓને ખુબ પસંદ કરી. રાજપાલ યાદવે પોતાના કરિયરમાં અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, સલમાન ખાન, અનિલ કપૂર, સંજય દત્ત, અને ગોવિંદા જેવા સુપર સ્ટાર્સ સાથે કામ કર્યું છે. એટલું જ નહીં આ ઉપરાંત રાજપાલ યાદવ નાના પાટેકર, જાેની લિવર, પરેશ રાવલ, ઈરફાન ખાન, અક્ષય ખન્ના અને ચંક્કી પાંડે સહિતના રૂપેરી પડદાના ઉમદા કલાકારો સાથે પણ ખુબ કામ કરી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *