Maharashtra

રાષ્ટ્રગીત દરમિયાન વિરાટ કોહલી ચિંગમ ચાવતો નજરે પડતા ચાહકો ભડક્યા

મુંબઈ
વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ર્ંડ્ઢૈં દરમિયાન શરમજનક કૃત્ય કરતો કેમેરામાં કેદ થયો હતો. મેચ પહેલા રાષ્ટ્રગીત દરમિયાન વિરાટ કોહલી ચિંગમ ચાવતો જાેવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. રાષ્ટ્રગીતનું અપમાન કરવા બદલ ચાહકોએ તેને સોશિયલ મીડિયા પર જાેરદાર ટ્રોલ કર્યો હતો. આ શ્રેણી સાથે વિરાટ કોહલીએ રમતના તમામ ફોર્મેટમાં કેપ્ટનશીપ છોડી દીધી છે. આવી સ્થિતિમાં કેપ્ટનશિપની જવાબદારીમાંથી મુક્ત થયા પછી, પ્રશંસકોને વિરાટનું આ પ્રકારનું વલણ પસંદ આવ્યું નથી. વિરાટ કોહલીની આ ભૂલથી ફેન્સ અને તેના ટીકાકારો નારાજ થયા. આ પછી લોકોએ મ્ઝ્રઝ્રૈં પાસે વિરાટ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ પણ કરી. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકાના હાથે ત્રીજી વનડેમાં પણ હારનો સામનો કરવો પડ્યો છે. દક્ષિણ આફ્રિકાએ ત્રણ મેચની વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને ૩-૦થી હરાવ્યું છે. દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી ૧-૨થી હાર્યા બાદ વિરાટ કોહલીએ પણ રમતના સૌથી લાંબા ફોર્મેટમાં કેપ્ટનશીપ છોડી દીધી હતી. ટી૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧ બાદ વિરાટ કોહલીએ ટી૨૦ ક્રિકેટમાંથી કેપ્ટનશીપ છોડી દીધી હતી, પરંતુ તે પછી પસંદગીકારોએ તેને વનડેમાં કેપ્ટનશીપથી હટાવી દીધો હતો. વિરાટ ર્ંડ્ઢૈંની કેપ્ટનશીપથી હટાવવાથી ઘણો નારાજ હતો. તેના જવાબમાં વિરાટે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશિપ છોડીને માત્ર બેટ્‌સમેન તરીકે રમવાનું નક્કી કર્યું.ટીમ ઈન્ડિયાના કેપ્ટન રહી ચૂકેલા વિરાટ કોહલીને સોશિયલ મીડિયા પર જાેરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. વિરાટ કોહલીના આ કૃત્ય માટે દરેક વ્યક્તિ તેના પર ગુસ્સે થઈ રહ્યા છે. વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામેની ત્રીજી વનડે પહેલા રાષ્ટ્રગીતમાં કંઈક એવું કર્યું, જેને જાેઈને બધા આશ્ચર્ય અને ગુસ્સે છે.

Virat-Kohli-Cricketer-National-Anthem-Disrespectful.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *