Maharashtra

રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સના કેમ્પમાં જાેડાયા

મુંબઈ
રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે બે મેચની શ્રેણીમાં ૨-૦ થી ક્લીન સ્વીપ કરી હતી. હવે ભારતીય ટીમના ખેલાડીઓ આઈપીએલ ૨૦૨૨ રમવા જઈ રહ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ૨૬ માર્ચથી લીગ શરૂ થઈ રહી છે. રોહિત શર્મા લીગમાં મુંબઈ ઈન્ડિયન્સનો સુકાની છે અને જસપ્રીત બુમરાહ પણ તેની ટીમનો એક ભાગ છે. બેંગ્લોરમાં શ્રીલંકા સામેની જીતના કલાકો બાદ બંને ખેલાડીઓ મુંબઈ પહોંચ્યા અને તેમની આઈપીએલ ટીમ સાથે જાેડાઈ ગયા હતા. સોમવારે રાત્રે બંને ટીમ હોટલમાં પ્રવેશ્યા હતા. રોહિત શર્માની સાથે તેની પત્ની રિતિકા સજેદ અને પુત્રી પણ હતી. ટેસ્ટ શ્રેણીમાં સુકાની રોહિત શર્મા કોઈ મોટી સિદ્ધિ મેળવી શક્યો નથી. ટીમે ભલે શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું, પણ રોહિતને ત્રણ દાવમાં બેટિંગ કરવાનો મોકો મળ્યો અને જ્યારે પણ તે સેટ થયો ત્યારે તે આઉટ થયો. આ પહેલા તે ્‌૨૦ શ્રેણીની પ્રથમ મેચમાં મોટી ઇનિંગ રમી શક્યો ન હતો. તે જ સમયે, ટીમના ઉપ સુકાની બુમરાહે શ્રીલંકા સામે પિંક બોલ ટેસ્ટમાં શાનદાર બોલિંગ કરતા ૮ વિકેટ ઝડપી હતી. ૫ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની ટીમ તેની પ્રથમ મેચ ૨૭ માર્ચે દિલ્હી કેપિટલ્સ સામે રમશે. ગત સિઝનમાં રોહિત શર્માની ટીમ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી ન હતી. ટીમની રમતમાં સાતત્યનો અભાવ હતો અને તેના કારણે તે પ્લે ઓફમાં પણ જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી હતી. તે પહેલા ૨૦૧૯ અને ૨૦૨૦ માં મુંબઈએ સતત બે સિઝનમાં આઈપીએલની ટ્રોફી જીતી હતી. આ વખતે તેને ચેમ્પિયન બનાવવા માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં કોઇ મોટા નામ નથી. ટીમે ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને જાળવી રાખ્યો નથી. હાર્દિક હવે ગુજરાત તરફથી રમતા જાેવા મળશે.

Rohit-Sharma-Jasprit-Bumrah.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *