Maharashtra

રોહિત શર્મા યુઝવેન્દ્ર ચહલને ફિલ્ડીંગમાં જાેઈ ભડક્યો

મુંબઈ
મેચ દરમિયાન એક ખૂબ જ રસપ્રદ ઘટના જાેવા મળી હતી. ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા છેલ્લી ઓવરમાં યુઝવેન્દ્ર ચહલથી થોડો નારાજ દેખાઈ રહ્યો હતો. રોહિત અને ચહલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગની ૪૫મી ઓવરમાં બની જ્યારે રોહિત શર્મા ફિલ્ડિંગ ગોઠવી રહ્યો હતો. ૪૫ મી ઓવરની શરૂઆત પહેલા જ્યારે રોહિત શર્માએ યુઝવેન્દ્ર ચહલને ખોટી પોઝિશન પર ફિલ્ડિંગ કરતા જાેયો તો તે અચાનક ગુસ્સે થઈ ગયો. રોહિત શર્માએ યુઝવેન્દ્ર ચહલને કહ્યું- ‘ક્યા હુઆ તુઝે, ભાગ ક્યો નહી રહા ઠીક શે? ચલ ઉધર ભાગ’. રોહિત શર્માનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જાેરદાર વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે રોહિત શર્માએ યુઝવેન્દ્ર ચહલને નિશાન બનાવ્યો ન હતો, પરંતુ તે વેસ્ટ ઈન્ડિઝના બેટ્‌સમેન ઓડિન સ્મિથને આઉટ કરવાની રણનીતિ તૈયાર કરી રહ્યો હતો. ઓડિન સ્મિથની હિટીંગ થી ટીમ ઈન્ડિયા થોડી પરેશાન થઈ ગઈ હતી. ૪૫મી ઓવરમાં રોહિત શર્માએ વોશિંગ્ટન સુંદરને બોલીંગ આક્રમણ પર મૂક્યો અને તે જ ઓવરમાં ટીમ ઈન્ડિયાને ઓડિન સ્મિથની વિકેટ મળી. રોહિત શર્માએ આ મેચમાં નિકોલસ પૂરન, જેસન હોલ્ડરને પણ આઉટ કરવાની રણનીતિ બનાવી હતી. જે સચોટ સાબિત થઈ હતી. આ મેચમાં રોહિત શર્માની શાનદાર કેપ્ટનશિપ જાેવા મળી હતી. યુઝવેન્દ્ર ચહલે પણ સારી બોલિંગ કરી, તેણે ૧૦ ઓવરમાં ૪૫ રન આપીને એક વિકેટ લીધી. જણાવી દઈએ કે અંતિમ મેચમાં યુઝવેન્દ્ર ચહલે ચાર વિકેટ લીધી હતી અને તેને જીતનો હીરો તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આ મેચમાં તેને વધારે વિકેટ મળી ન હતી પરંતુ તેણે પોતાની સ્પિનથી કેરેબિયનોને ખૂબ પરેશાન કર્યા હતા.ટીમ ઈન્ડિયાએ અમદાવાદમાં રમાઈ રહેલી ઓડીઆઇ સિરીઝ જીતી લીધી છે. રમાયેલી બીજી ઓડીઆઇમાં ટીમ ઈન્ડિયાએ ૪૪ રનના વિશાળ અંતરથી જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ ૫૦ ઓવરમાં માત્ર ૨૩૭ રન જ બનાવી શકી હતી જેના જવાબમાં વિન્ડીઝ ૪૬ ઓવરમાં માત્ર ૧૯૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતની જીતનો હીરો પ્રસિદ્ધ કૃષ્ણા હતો, જેણે ૯ ઓવરમાં માત્ર ૧૨ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. સૂર્યકુમાર યાદવે પણ ટીમ ઈન્ડિયાને ૬૪ રનની ઈનિંગથી જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *