મુંબઈ
આઈપીએલની ૧૫મી સીઝનમાં નવી આવેલી લખનૌ સુપર જાયન્ટ્સ ફાઈનલ સુધી સફર કરી શકી નથી, પરંતુ કેપ્ટન કેએલ રાહુલ ચોક્કસપણે એક અજાેડ રેકોર્ડ પોતાના નામે નોંધાવવામાં સફળ રહ્યો છે. રાહુલ ચાર સિઝનમાં ૬૦૦થી વધુ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. કેએલ રાહુલે ક્રિસ ગેલ અને ડેવિડ વોર્નરનો રેકોર્ડ તોડ્યો છે, બંનેએ ૩ સિઝનમાં ૬૦૦થી વધુ રન બનાવ્યા છે.આઈપીએલની ૧૫મી સીઝનમાં શાનદાર પ્રદર્શન કરનાર નવી જ ઉભરેલી ટીમ લખનૌ સુપરજાયન્ટ્સની સફર પ્લેઓફમાં સમાપ્ત થઈ ગઈ. એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (ઇઝ્રમ્) લખનૌને ૧૪ રને હરાવ્યું. પહેલી જ સીઝનમાં સૌની પ્રિય બનનાર લખનૌ ટીમની પહેલી વિકેટ ત્યારે પડી, જ્યારે કેએલ રાહુલ (૭૯ રન, ૫૮ બોલ, ૩ ફોર, ૫ સિક્સ) ના ઓપનિંગ પાર્ટનર ક્વિંટટન ડીકૉક (૬ રન) ને સિરાજે પહેલી જ ઓવરમાં પેવેલિયનનો રસ્તો બતાવ્યો. જાે કે, ગમે તે હોય, તે મેચનો એક ભાગ છે, હાર અને જીત તો ચાલતી રહે, એટલે કે, એકની જીત નિશ્ચિત છે અને એક હારવાનું જ છે. પરંતુ આ બધાથી આગળ, શાનદાર પ્રદર્શનને લઈને કેએલ રાહુલની એક અલગ છબી ચાહકો અને પ્રેક્ષકોના મન અને હૃદયમાં છપાઈ ગઈ છે. દેશના પોતાના બહુભાષી માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ, કૂ એપ દ્વારા, કેએલ રાહુલે આભારનો ભાવનાત્મક સંદેશ શેર કર્યો. લખનૌ સુપર જાયન્ટ્સની આ પ્રથમ સિઝન હતી, તેમ છતાં ટીમે સારું પ્રદર્શન કર્યું હતું. લીગ મેચોની વાત કરીએ તો પોઈન્ટ ટેબલમાં લખનૌની ટીમ ૧૪માંથી ૯ મેચ જીતીને ત્રીજા નંબર પર હતી. ટીમ પ્લેઓફમાં એલિમિનેટરમાં પહોંચી હતી, પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે જીત મેળવી શકી નહોતી. જાે કે, કેએલ રાહુલ, મોહસીન ખાન, આયુષ બદોની જેવા ખેલાડીઓએ ટીમ માટે આખી સિઝન દરમિયાન સારું પ્રદર્શન કર્યું હતું.


