મુંબઈ
ભારત રત્ન ગાયિકા લતા મંગેશકરનું ૯૨ વર્ષની વયે અવસાન થયું. લતાજીના કરોડો ફેન્સની સાથે સાથે સેલિબ્રિટીઝ, પોલિટિશિયન્સ અને બિઝનેસમેને સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી. તેમજ ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીએ પણ એક જૂનો ફોટો અને ઇમોશનલ પોસ્ટ લખીને તેમને શ્રદ્ધાંજલિ આપી. પરંતુ તેના પછી દિવ્યાંકાને તેના આ ટ્રિબ્યૂટ મેસેજને લઇને ટ્રોલ કરવામાં આવી. હવે દિવ્યાંકાએ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો અને સંભળાવી દીધું. દિવ્યાંકાએ પોસ્ટ દ્વારા લખ્યું હતું કે લતાજી તમે આજે આપણા દેશને એક શૂન્યમાં છોડી દીધો છે. કલા ઇતિહાસકારો તમારા કામનો અભ્યાસ કરશે અને તમારા ગીતો આવનારી સદીઓ સુધી ગુંજશે. દિવ્યાંકાની આ પોસ્ટ પર રિએક્ટ કરતા એક યૂઝરે લખ્યું, તમે આ લાઇન્સ ક્યાખી કોપી કરી? દિવ્યાંકાએ તેના પર ટ્રોલરને જવાબ આપતા લખ્યું, આડકતરી રીતે આ કહેવા માટે આભાર કે મેં ઘણું સારું લખ્યું છે. તમનારા તિરસ્કારમાં મારી પ્રશંસા છે.