Maharashtra

લતા મંગેશકરના સ્વાસ્થ્યમાં સુધારો ઃ કલાકારોએ કરી પ્રાર્થના

મુંબઈ
ગાયિકા લતા મંગેશકર કોરોના સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં દાખલ છે. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમની સારવાર કરી રહેલા ડૉ. પ્રતીત સમદાની જણાવે છે કે તેમની તબિયતમાં ગઈકાલથી સુધાર છે, પરંતુ તેમને આઈસીયૂમાં બધા તબીબોની દેખરેખમાં રાખવામાં આવ્યાં છે. તેઓ જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરો. અનુપમ ખેરે ટિ્‌વટ કરી ગાયિકાની ટૂંક સમયમાં સાજા થવાની પ્રાર્થના કરી છે. અભિનેતા લખે છે, આદરણીય લતા મંગેશકરજી. જલ્દી સાજા થઇને પાછા પોતાના ઘરે આવો. આખુ રાષ્ટ્ર તમે સાજા થાવો તેવી પ્રાર્થના કરી રહ્યું છે. કિરણ ખેરે પણ ભારતીય પાશ્ર્‌વગાયનની અપરિહાર્ય અને એકછત્ર રાણી જલ્દી સારું થઇ જાય તેવી પ્રાર્થના છે. તેમણે ટિ્‌વટ કરી લખ્યું, હું ભારત રત્ન લતા મંગેશકરજી જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરુ છુ. તો મંત્રી સ્મૃતિ ઈરાનીએ અફવા ના ફેલાવવાની અપીલ કરી છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી લખ્યું, લતા દીદીના પરિવાર તરફથી વિનંતી કરી રહી છુ કે અફવા ના ફેલાવો. તેના પર સારવારની અસર થઇ રહી છે અને પ્રભુ ઈચ્છા બળવાન થઈ તો તે ટૂંક સમયમાં ઘર પાછી આવશે. અટકળો લગાવવાનુ બંધ કરો અને લતા દીદી જલ્દી સાજી થાય તેવી પ્રાર્થના ચાલુ રાખો.

Lata-Mangeshkar.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *