મુંબઈ
ભારત રત્નનો ખિતાબ ધરાવનાર ભારતના સુરસામ્રાજ્ઞી અને લાખો ફેન્સના દિલો પર પોતાના અવાજનો જાદુ પાથરનાર લત્તા મંગેશકરના સ્વાસ્થ્યને લઇને ચિંતાનો માહોલ છે..દુનિયાભરના ફેન્સ તેઓ જલદી સાજા થઇ જાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. તેમના ડોક્ટર પણ લત્તાજીના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપી રહ્યા છે. મહત્વનુ છે કે ૯૨ વર્ષીય લત્તા મંગેશકરને ૮ જાન્યુઆરીએ કોરોના પોઝિટીવ આવ્યો હતો. તેઓને ન્યુમોનિયા પણ થયો છે. આવામાં ડોક્ટર્સ તેમની ઉંમર વધારે હોવાથી સતર્ક થઇ ગયા છે. હાલમાં તેઓને આઇસીયૂમાં રાખવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા ડોક્ટર્સે જણાવ્યુ હતુ કે હાલ તેઓને ૧૦-૧૨ દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવશે. જેથી ડોક્ટરની દેખરેખ હેઠળ સારો ઇલાજ થઇ શકે. સૌથી બેસ્ટ ડોક્ટર લતાજીની સારવાર કરી રહ્યા છે. લતા મંગેશકરના પરિવારજન અને કરોડો ફેન્સ બસ એજ પ્રાર્થના કરી રહ્યા છે કે તેઓ જલ્દીથી સાજા થઇને પોતાના ઘરે જાય.લત્તા મંગેશકરના ડોક્ટર પ્રતીત સમદાનીએ સિંગરના સ્વાસ્થ્યને લઇને જાણકારી આપતા જણાવ્યુ છે કે લતાજી હાલમાં પણ આઇસીયૂમાં છે. તેમની સારવાર ચાલી રહી છે. આનાથી વધારે હું કંઇ કહી શકુ તેમ નથી. બસ તેઓ જલ્દી સાજા થઇ જાય તેવી પ્રાર્થના કરો.
