Maharashtra

લારા દત્તાના ટેનિસ લિજન્ડ રોજર ફેડરરના વખાણ તો ઘટતા જ નથી

મુંબઈ
એક્ટ્રેસ લારા દત્તા પૂર્વ ભારતીય ટેનિસ સ્ટાર મહેશ ભૂપતિની પત્ની છે અને તેમણે દેશ માટે અનેક ટ્રોફી જીતી છે. પતિના પ્રોફેશનના કારણે લારાને અનેકવાર ટેનિસ લિજન્ડ રોજર ફેડરરને મળવાનો મોકો મળ્યો છે અને સાથે તેમની રમતને નજીકથી નિહાળવાની તક પણ તેને મળી છે. થોડા દિવસ પહેલા ૪૧ વર્ષીય રોજર ફેડરરે ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી અને આગામી લેવર કપ તેમના કરિયરની આખરી ટુર્નામેન્ટ રહેશે તેમ જાહેર કર્યું હતું. લારા દત્તાએ રોજર સાથેની મુલાકાતની ક્ષણોને એક ઈન્ટરવ્યૂ દરમિયાન વાગોળી હતી. લારાએ કહ્યું હતું કે, પતિના કારણે મને રોજર ફેડરરને મળવાની અને તેમને જાણવાની અમૂલ્ય તક અનેકવાર મળી ચૂકી છે. હું તેમની આગવી રમતને નિહાળી ચૂકી છું અને તે મામલે પણ હું લકી છું. રોજર મારા માટે હંમેશા ટેનિસના ગ્રેટેસ્ટ પ્લેયર રહેશે. તેમની રમતને જાેવી અને તેને વ્યક્ત કરવી એક કવિતા સમાન છે. ઓસ્ટ્રેલિયન ઓપન દરમિયાન મેં રોજર અને રાફેલ નડાલ વચ્ચેની ફાઈનલ મેચ નિહાળી હતી. નડાલ પણ એક ઉમદા ખેલાડી છે પણ રોજરના પરફોર્મન્સને માણવું એક અનેરો લહાવો છે. હું આજીવન રોજરની રમતની મેં પ્રત્યક્ષ નિહાળેલી ક્ષણો મારી પાસે રાખવા માગુ છું. આ સાથે જ લારાએ ઉમેર્યું હતું કે, જયારે કોઈ વ્યક્તિને ઓળખવાની વાત આવે છે ત્યારે હું એટલું જ કહીશ કે, જયારે હું પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયનશીપ દરમિયાન મારા પતિ સાથે લંડન પહોંચી હતી ત્યારે મારી રોજર સાથે પહેલી મુલાકાત થઈ હતી અને તે સમયે તેમનો સહજ વ્યવહાર મને ખૂબ જ પસંદ આવ્યો હતો. તેઓ હંમેશા હસતા જ રહે છે અને સ્પેશિયલી, કોઈપણ દિવસ કોઈને સેલ્ફી માટે ના નથી કહેતા. મારા પતિ મહેશે ૨૦૧૪માં જયારે એક સ્પેશિયલ ટુર્નામેન્ટ ગોઠવીને રોજરને ભારતમાં રમવા આવવા આમંત્રણ આપ્યું હતું ત્યારે તેમણે તરત જ હા પાડી દીધી હતી અને તેમણે તે સમયે ભારતમાં મેચ રમીને ભારતીય ફેન્સને તેમને ભારતમાં રમતા જાેવાનો અનોખો ચાન્સ આપ્યો હતો. છેલ્લા ઘણાં વર્ષોથી ફિલ્મોથી દૂર લારા દત્તાએ ઓટીટી પ્લેટફોર્મ પર તેની વેબ સિરીઝ ‘હન્ડ્રેડ’ સાથે શાનદાર ડેબ્યૂ કર્યું હતું અને આ સિરીઝના આગામી પાર્ટના પ્રિ-પ્રોડક્શનનું કામ લગભગ પૂરું થઈ ચૂક્યું છે.

File-01-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *