મહારાષ્ટ્ર
સંજય રાઉતે લખ્યું, ‘ઠાકરે સરકારને નીચે લાવવા માટે મારા પર દબાણ કરવામાં આવી રહ્યું હતું અને ના પાડવા પર ઈડ્ઢ દ્વારા મને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેના અને પુત્રીના લગ્નમાં થયેલા ખર્ચની પણ તપાસ કરવામાં આવી રહી છે અને વેન્ડરોને ધમકાવવામાં આવી રહ્યા છે. રાઉતે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તક્ષેપ અને કાર્યવાહીની માંગ કરી છે. સંજય રાઉતે રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુને લખેલા પત્રમાં કેન્દ્ર સરકાર પર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. રાજ્યસભાના સાંસદે પત્રમાં કહ્યું, “લગભગ એક મહિના પહેલા કેટલાક લોકોએ મારો સંપર્ક કર્યો અને ઠાકરે સરકારને પછાડવા માટે મદદ કરવા કહ્યું. તેઓ ઈચ્છતા હતા કે હું આવા પ્રયાસમાં મહત્વની ભૂમિકા ભજવું જેથી મહારાષ્ટ્રમાં મધ્યસત્ર ચૂંટણી યોજાઈ શકે. આ પછી મેં ના પાડી તો મને જેલમાં મોકલી દેવાની ધમકી આપવામાં આવી.તેણે પત્રમાં વધુમાં કહ્યું કે, ‘કારણ કે હું સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવું છું, આ કારણે મને બળજબરીથી ફસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સંજય રાઉતના ટ્વીટને રીટ્વીટ કરતા મહારાષ્ટ્ર બીજેપી નેતા રામ કદમે કહ્યું કે જે લોકો ખોટા કામ કરે છે તેઓ તેમનાથી ડરે છે. રામકદમે કહ્યું, સ્પષ્ટ છે કે મહારાષ્ટ્ર વિકાસ આઘાડી સરકારના કેટલાક નેતાઓ ડરી ગયા છે. જાે તેઓએ કોઈ નાણાકીય કૌભાંડ કર્યું નથી? તો પછી તેઓ શા માટે ડરે છે?શિવસેનાના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર મહારાષ્ટ્રની ઠાકરે સરકારને તોડી પાડવા માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ તેમણે એવો પણ દાવો કર્યો હતો કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુને પત્ર લખીને આ તમામ આરોપો અને દાવા કર્યા છે. સંજય રાઉતે પત્રમાં કહ્યું છે કે મહારાષ્ટ્રની ઠાકરે સરકારને તોડી પાડવા માટે મારા પર દબાણ કરવામાં આવ્યું હતું. તે જ સમયે, તેણે એવો પણ દાવો કર્યો હતો કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મને ફસાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.