મુંબઈ
શનાયા કપૂરે ફ્રેન્ડનો ૨૫મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. શનાયાએ બર્થડે સેલિબ્રેશનની તસવીરો સો.મીડિયામાં શૅર કરી હતી. શનાયાની ફ્રેન્ડે પૂલ પાર્ટી આપી હતી. આ દરમિયાન શનાયા બિકીનીમાં જાેવા મળી હતી. બિકીનીમાં શનાયાનો સિઝલિંગ લુક જાેવા મળ્યો હતો. શનાયાએ બોલિવૂડ ડેબ્યૂ પહેલાં બ્રાન્ડ ન્યૂ છેઙ્ઘૈ ઊ૭ ખરીદી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, શનાયા કપૂરની આ કારની કિંમત ૮૦-૯૦ લાખ રૂપિયાની વચ્ચે છે. શનાયા કપૂર બોલિવૂડ ડિરેક્ટર-પ્રોડ્યૂસર કરન જાેહરની ફિલ્મ ‘બેધડક’થી બોલિવૂડ ડેબ્યૂ કરવાની છે. આ ફિલ્મમાં લક્ષ્ય લાલવાણી તથા ગુરફતેહ પીરઝાદા લીડ રોલમાં છે. આ ફિલ્મમાં શનાયાનું નામ નિમ્રિત હશે.સંજય કપૂર-મહિપ કપૂરની દીકરી શનાયા કપૂર બોલિવૂડ ડેબ્યૂ કરે તે પહેલાં જ પોતાની ફેશન સ્ટાઇલને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ શનાયાએ સો.મીડિયામાં બિકીની તસવીરો શૅર કરી હતી.


