Maharashtra

શરમન જાેશીએ કેમ છોડી ‘ગોલમાલ’ સિરીઝ?..

મુંબઈ
શરમન જાેશીએ બોલિવૂડમાં એન્ટ્રી સાથે જ, પોતાની આગવી અદાકારીથી ફિલ્મ મેકર્સનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. શરમનના કરિયરની સૌથી પહેલી અને મોટી સફળ ફિલ્મ ‘ગોલમાલ’ રહી હતી. અજય દેવગણ, અર્શદ વારસી જેવા કલાકારોની સાથે જ તેના પરફોર્મન્સ અને કોમેડી ટાઈમિંગની નોંધ લેવાઈ હતી, પરંતુ અચાનક ‘ગોલમાલ’ સિરીઝની આગામી ફિલ્મોથી તેની બાદબાકી થઈ ગઈ હતી. શરમન આ સિરીઝની અન્ય ફિલ્મોમાં કેમ નજર નથી આવ્યો તેનો જવાબ તેણે એક ઈન્ટરવ્યૂ દરમિયાન આપ્યો હતો. શરમને ખુલાસો કરતા કહ્યું હતું કે, મારી મેનેજમેન્ટ ટીમ બરાબર કોમ્યુનિકેશન કરી રહી નહોતી અને ફિલ્મની ફી પણ તેમાં એક ફેક્ટર હતું. તેમણે ફી પર વધુ ફોક્સ આપ્યું હતું અને તેના કારણે પ્રોડ્યુસર્સ તૈયાર નહોતા. મને આ વિશે શરૂઆતમાં કઈ ખબર જ નહોતી કે શું ચાલી રહ્યું છે. જયારે મને ખબર પડી ત્યારે મેં અને મેનેજરે નક્કી કર્યું કે, જાે સ્ક્રિપ્ટ પસંદ આવે તો, ફી કોઈ દિવસ પ્રાયોરિટી ન હોવી જાેઈએ અને તેના કારણે કોઈ ફિલ્મ પણ છોડવી જાેઈએ નહીં. હું અને મારો મેનેજર હજુ પણ સાથે કામ કરીએ છીએ અને આ એક જ પ્રોજેક્ટ હતો જેનાથી હું આ પ્રોબ્લેમના કારણે દૂર થઈ ગયો હતો. આગામી ‘ગોલમાલ’ સિરીઝની પાંચમી ફિલ્મ વિશે શરમને જણાવ્યું હતું કે, હું આશા રાખું છું કે આ ફિલ્મથી હું પરત ફરીશ. મેં રોહિત શેટ્ટીને મળીને પણ વાત કરી છે કે, આગામી પાર્ટમાં મારા પાત્રનો ઉમેરો કરે અને તેમણે પણ મને ખાતરી આપી છે કે, તે મારા લક્ષ્મણના પાત્રને ઉમેરશે. હું આશા રાખું છું કે, આ વાત સાચી ઠરે. હું આ સુપર હિટ કોમેડી સિરીઝનો ફરી એકવાર હિસ્સો બનવા ઈચ્છું છું. થોડા સમય પહેલાં જ, શરમન અને રોહિત શેટ્ટી એક એડમાં સાથે જાેવા મળ્યા હતા.

File-01-Page-35.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *