મુંબઈ
જે સમયથી સાજીદ ખાન ઈન્ડિયન ટેલિવિઝનના સૌથી વિવાદિત રિયાલિટી શો સાથે જાેડાયો છે તે દિવસથી તેનો વિરોધ શરુ થઈ ગયો છે. અત્યાર સુધી ૯ બોલિવૂડ માનૂનીઓ સાજીદ પર છેડતીનો તેમજ અણછાજતી ડિમાન્ડ કરવાનો આરોપ લગાવી ચૂકી છે. અગાઉ, રાજ કુન્દ્રા પર પણ પોર્ન ફિલ્મ ઓફર કરવાનો આરોપ શર્લિન લગાવી ચૂકી છે અને ત્યારબાદ પોર્ન કેસમાં ઊંડી તપાસ બાદ, રાજ કુન્દ્રાને જેલ જવાનો વારો પણ આવ્યો હતો. સાજીદ પર ભૂતકાળમાં લાગેલા ‘સ્ી ્ર્ર્’ના આરોપના સૂરમાં સૂર પુરાવતા મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશન પહોંચીને શર્લિને સાજીદ સામે કમ્પ્લેન નોંધાવી હતી. આ વિશે શર્લિને કહ્યું હતું કે, પહેલા મારી પાસે આવા મોટા વ્યક્તિ સામે કમ્પ્લેન લખાવવા માટે હિંમત ન હતી. ‘સ્ી ્ર્ર્’ મૂમેન્ટના કારણે અનેક મહિલાઓ તેમની સાથે થયેલા ખરાબ વ્યવહાર અંગે વાત કરવા સામે આવી હતી. મારી સાથે ૨૦૦૫માં આ ઘટના બની હતી. પોલીસે મને પૂછ્યું કે, તમે કમ્પ્લેન કરવામાં આટલો મોટો સમય કેમ લીધો તો મેં કહ્યું કે, મારામાં ત્યારે હિંમત ન હતી. જયારે ધીરે-ધીરે ‘સ્ી ્ર્ર્’ અભિયાને લોકોનું ધ્યાન ખેંચ્યું ત્યારે મને થયું કે, મારી સાથે પણ થયેલી આવી ઘટનાને દુનિયા સમક્ષ લાવવી જાેઈએ. આ સાથે જ તેણે ઉમેર્યું હતું કે, તેણે મને તેનો પ્રાઈવેટ પાર્ટ બતાવીને તેને હાથ અડાવવાં કહ્યું હતું. સાજીદે ઘણી મહિલાઓ સાથે આવું ખરાબ કામ અને વર્તન કર્યું છે અને તેને દુનિયા સમક્ષ ખુલ્લો પડવો જરૂરી છે. તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રહીને મહિલાઓના શોષણ સિવાય બીજું કઈ નથી કર્યું. હું એટલું સમજુ છું અને માનું છું કે, રાજ કુન્દ્રા હોય, સાજીદ ખાન હોય કે ગમે તેવા મોટા વ્યક્તિ હોય પણ કાયદાથી પર કોઈ નથી.


