Maharashtra

શાહરૂખે હજારો ચાહકોને રૂબરૂ શુભેચ્છા આપીને ઈદ ઉજવી

મુંબઈ
ઈદ હોવાથી સુપરસ્ટાર શાહરૂખ ખાનના ઘર મન્નતની બહાર સવારથી ચાહકોની ભીડ હતી. સોશિયલ મીડિયા એકાઉન્ટ્‌સ પર પણ શાહરૂખને ઈદની શુભેચ્છાઓ અપાઈ હતી. ઘરની બહાર એકઠા થયેલા સેંકડો ફેન્સને શુભેચ્છા આપવા શાહરૂખ અને તેનો દીકરો અબરામ મન્નતમાં બાલ્કની પર આવ્યા હતા. ટિ્‌વટર પર શેર થયેલા વીડિયોમાં શાહરૂખ ખાન મન્નતની બાલ્કની પરથી હાથ હલાવી ફેન્સનું અભિવાદન કરતો અને શુભેચ્છા આપતો જાેઈ શકાય છે. શાહરૂખના નાના દીકરા અબરામે પણ ફેન્સને શુભેચ્છા આપી હતી. થોડો સમય રોકાઈને શાહરૂખ અને અબરામ જતા રહ્યા હતા. શાહરૂખની શુભેચ્છાઓ મળતાં હજારો ચાહકોને ઈદની ભેટ મળી હતી. કોરોના પેન્ડેમિકના કારણે શાહરૂખે મન્નત પર ચાહકોને મળવાની પરંપરા બંધ કરી હતી. સતત બે વર્ષ સુધી શાહરૂખે મન્નતની બાલ્કની પરથી ચાહકોને દીદાર આપ્યા ન હતા. વળી, આ સમયગાળા દરમિયાન શાહરૂખ પોતે પણ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા. ઝીરોની નિષ્ફળતા બાદ શાહરૂખે ચાર વર્ષનો બ્રેક લીધો હતો. હવે શાહરૂખે એક પછી એક ફિલ્મો હાથ પર લીધી છે અને તેમનામાં નવો આત્મવિશ્વાસ પણ દેખાય છે. સંજાેગવશાત ફિલ્મોમાં કમબેકનો સમય અને કોરોનાના વળતા પાણીનો સમય પણ એક સાથે હતો. જેના કારણે શાહરૂખે બે વર્ષ બાદ મન્નત પર ફેન્સનું અભિવાદન કરવાની પરંપરા પણ ફરી શરૂ કરી છે. અગાઉ મે મહિનામાં શાહરૂખે ટિ્‌વટર પર હજારો ફેન્સ સાથેની સેલ્ફી શેર કરી હતી. તે સમયે પણ ઈદ હતી અને શાહરૂખે તમામ ફેન્સને રૂબરૂ તથા સોશિયલ મીડિયા પર શુભેચ્છા આપી હતી. રવિવારે પણ ઈદ નિમિત્તે શાહરૂખે ફરી ચાહકોને રૂબરૂ મળવાનું નક્કી કર્યું હતું.

File-01-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *