Maharashtra

શાહરૂખ ડંકીમાં એક્શન સીક્વન્સ ૫૦૦ એક્ટર્સ સાથે શૂટ કર્યો

મુંબઈ
‘ઝીરો’ની નિષ્ફળતા બાદ શાહરૂખે ચાર વર્ષે કમબેક કર્યું છે અને આ સેકન્ડ ઈનિંગમાં કિંગનો ખિતાબ અકબંધ રાખવા શાહરૂખ મથી રહ્યા છે. આગામી વર્ષમાં શાહરૂખની ત્રણ ફિલ્મ પઠાણ, જવાન અને ડંકી રિલીઝ થવાની છે. ૧૦૦ કરોડના બજેટ સાથે શાહરૂખના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ દ્વારા ડંકીનું શૂટિંગ હાથ ધરાયું છે. રિપોર્ટ્‌સ મુજબ, શાહરૂખે ૫૦૦ એક્ટર્સ સાથે ડંકીનો એક્શન સીક્વન્સ શૂટ કર્યો છે. બે કલાકના આ શૂટિંગમાં મોટી પ્રોડક્શન ટીમની મદદથી રેસ સીક્વન્સ શૂટ થયો હતો. વહેલી સવારે અને રાત્રે આ સીનનું શૂટિંગ થઈ રહ્યું છે. શાહરૂખની ડંકી હજુ પ્રોડક્શન સ્ટેજમાં છે, પરંતુ તેને ૨૦૨૩માં ૨૨મી ડિસેમ્બરે રિલીઝ કરવાનો પ્લાન છે. શાહરૂખે એપ્રિલ મહિનાથી મુંબઈમાં ડંકીનું શૂટિંગ શરૂ કર્યું હતું. ત્યારબાદ ફિલ્મની ટીમ બુડાપેસ્ટ પહોંચી હતી અને એક મહિનાનો શીડ્યુલ હતો. ફિલ્મના કેટલાક સીન્સ સાઉદી અરેબિયામાં શૂટ થવાના છે. ૧૨ દિવસના શીડ્યુલ માટે શાહરૂખ અને ટીમ દિવાળી બાદ સાઉદી પહોંચશે. રિપોર્ટ્‌સ મુજબ અગાઉ તેનું શૂટિંગ દુબઈમાં થવાનુ હતું, પરંતુ હવે સાઉદી અરેબિયાને ફાઈનલ કરાયું છે. લોકેશન્સ પર સેટની તૈયારીઓ હાલ ચાલી રહી છે. શાહરૂખ ખાનની છેલ્લી ફિલ્મ ૨૦૧૮ના વર્ષમાં રિલીઝ થઈ હતી. હવે ૨૦૨૩માં તેમની ત્રણ બિગ બજેટ ફિલ્મો થીયેટરમાં આવી રહી છે. વર્ષની શરૂઆતમાં ૨૫ જાન્યુઆરીએ પઠાણ આવશે. સાઉથના ડાયરેક્ટર એટલી સાથેની જવાન જૂન મહિનામાં રિલીઝ થશે અને વર્ષના અંતમાં પઠાણને રિલીઝ કરવામાં આવશે.

File-01-Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *