Maharashtra

શિવસેનાને બચાવવા આદિત્ય ઠાકરે બળવાખોરોના ક્ષેત્રમાં રેલી કાઢશે

મુંબઈ
એકનાથ શિંદે જૂથના બળવાને કારણે શિવસેના મહારાષ્ટ્રની સરકારથી બહાર થઈ ગઈ છે, પરંતુ હવે ઠાકરે પરિવાર પાર્ટી બચાવવાના પ્રયાસમાં લાગેલો છે. ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદથી રાજીનામુ આપવા દરમિયાન કહ્યું હતું કે મારી પાસે શિવસેના છે. તેમણે એકનાથ શિંદે જૂથ તરફથી ઇશારો કરતા કહ્યું હતું કે તેને સત્તાના પેંડા મુબારલ, પરંતુ મારી શિવસેના છે. હવે આદિત્ય ઠાકરેએ આ મોર્ચા પર કામ કરતા નિષ્ઠા યાત્રા કાઢવાની જાહેરાત કરી છે. તે શુક્રવારથી યાત્રા પર નિકળી રહ્યા છે જેથી પાર્ટી કેડરને એક કરી શકાય. હકીકતમાં શિવસેનાના ૪૦ ધારાસભ્યોએ બળવો કરી એકનાથ શિંદેની સાથે જવાનો ર્નિણય કર્યો હતો. આ સિવાય ૧૬માંથી ૧૨ સાંસદો પણ શિંદે સાથે જાય તેની ચર્ચા થઈ રહી છે તેવામાં પાર્ટીમાં પકડને મજબૂત બનાવી રાખવા માટે ઉદ્ધવ ઠાકરે અને પુત્ર આદિત્ય ઠાકરે એક્ટિવ થઈ ગયા છે. હકીકતમાં એકનાથ શિંદે સમર્થક ધારાસભ્યોએ પોતાના ક્ષેત્રમાં જઈને બાલાસાહેબ ઠાકરે અને આનંદ દિધેના વારસાની વાત જણાવવાની શરૂ કરી દીધી છે. તેના કારણે શિવસૈનિકોમાં ભ્રમની સ્થિતિ પેદા થઈ ગઈ છે. કેડરમાં આ શંકાની સ્થિતિ દૂર કરવા માટે આદિત્ય ઠાકરેએ મોર્ચો સંભાળ્યો છે અને નિષ્ઠા યાત્રા કાઢશે. ઠાકરે પરિવારનું કહેવું છે કે નિષ્ઠા યાત્રા દ્વારા કેડરને એક્ટિવ કરવામાં મદદ મળશે. આ સિવાય બીએમસી ચૂંટણીને લઈને પણ શિવસેનાની આ યાત્રા માનવામાં આવી રહી છે. યાત્રા દરમિયાન આદિત્ય ઠાકરે બળવાખોર ધારાસભ્યોના ચૂંટણી ક્ષેત્રમાં શિવસેનાની શાખાઓનો પણ પ્રવાસ કરશે. નિષ્ઠાવાન શિવસૈનિકોને શક્તિ પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે આદિત્ય શિવસેનાની ૨૩૬ શાખાઓનો પ્રવાસ કરશે. તે બળવાખોર ધારાસભ્યોના ચૂંટણી ક્ષેત્રમાં પણ જશે. આ તકે આદિત્ય ઠાકરે સમૂહ પ્રમુખો, શાખા પ્રમુખો અને સેનાના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. સેનાના નિષ્ઠાવાન કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને પણ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. શિવસેનાના ધારાસભ્યોના બળવાથી આદિત્ય ઠાકરે ખુબ આક્રમક છે. ગુરૂવારે તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે ગદ્દાર તો ગદ્દાર હોય છે. આદિત્ય ઠાકરેએ કહ્યુ કે, જે આવવા ઈચ્છે છે તેના માટે માતોશ્રીના દરવાજા ખુલ્લા છે. મહત્વનું છે કે બળવાખોર ધારાસભ્યો સતત આરોપ લગાવી રહ્યા છે કે ઉદ્ધવ ઠાકરે કેટલાક લોકોથી ઘેરાયેલા છે અને તેને દૂર કરવામાં આવે તો તે પાર્ટીમાં આવવા પર વિચાર કરી શકે છે.

File-02-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *