Maharashtra

શિવસેના ક્યારેય નહીં થાય ખતમ,આવનારા સમયમાં થશે વધારે મજબૂત ઃ શરદ પવાર

મુંબઈ
શિવસેનાના ચૂંટણી ચિન્હ ધનુષ-બાણ પરના ચૂંટણી પંચના ર્નિણય બાદ શરદ પવારે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તેમને પહેલા જ લાગી રહ્યુ હતું કે, આવી રીતનો જ ચુકાદો આવશે. તેના માટે મને કોઈ અફસોસ નથી. આ પ્રકારના ર્નિણયો કોણ લે છે. એતો અમને નથી ખબર, પણ આ પ્રકારના ર્નિણયો ગુજરાતથી લેવાય છે. આવી જાણકારી મને મળી છે. પવારે કહ્યું કે, ચૂંટણી રહે કે ન રહે, આવનારી ચૂંટણીને લઈને તૈયારી કરવી જાેઈએ. પવારે કહ્યું કે, હું નામની ભલામણ કરી શકતો નથી, પણ શિવસેના બાલાસાહેબ ઠાકરે હોય શકે છે. જ્યારે કોંગ્રેસના બે ભાગલા થયા હતા, તે સમયે કોંગ્રેસ ઈંદિરા અને કોંગ્રેસ રાષ્ટ્રવાદીનો ર્નિણય થયો હતો. સાથે જ શરદ પવારે કહ્યું કે, શિવસેના ક્યારેય ખતમ નહીં થાય, પણ આવનારા સમયમાં વધારે મજબૂતી સાથે આગળ વધશે અને પોતાની શક્તિ પણ વધારશે. શિવસેનાના ચૂંટણી ચિન્હ પર ચૂંટણી પંચના ર્નિણયને લઈને મહારાષ્ટ્રમાં રાજકી નિવેદનબાજી ચરમ પર છે. તેની સાથે જ પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે જૂથે પોતાના ચૂંટણી ચિન્હ જાળવી રાખવા માટે સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારીઓમાં લાગી ગયા છે. ચૂંટણી પંચે હાલમાં બંને જૂથ પર પાર્ટીનું નામ અને ચૂંટણી ચિન્હ તીર કમાનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. એનસીપીના પ્રવક્તા મહેશ તપાસે કહ્યું કે, ચૂંટણી પંચે શિવસેનાનું ચૂંટણી ચિન્હ ભલે સ્થગિત કરી દીધું હોય, પણ મહારાષ્ટ્રની જનતા ઉદ્ધવ ઠાકરે સાથે છે. આ બધું કોના ઈશારે થઈ રહ્યું છે, પણ મહારાષ્ટ્રની જનતા જાણે છે. એનસીપી ઉદ્ધવ ઠાકરે સાથે છે. ચૂંટણી પંચના ર્નિણય પર પોતાની પ્રતિક્રિયામાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથની કિશોરી પેડનેકરે કહ્યું કે, તેના વિશે મારે કશું નથી કહેવું, જે બાલા સાહેબનું નામ લઈને શિંદે જૂથ કામ કરી રહ્યુ છે, ધનુષ બાણ બાલા સાહેબના કવચ કુંડળ હતા. તેને કાઢવાનું કામ કરી રહ્યા છે. આ બાજૂ ચૂંટણી ચિન્હ વિશે ભાજપ પ્રવક્તા રામ કદમે કહ્યું કે, બારામતીમાં ફટાકડા ફુટી રહ્યા છે, દિવાળી મનાવામાં આવી રહી છે. જાે સ્વર્ગીય બાલા સાહેબની વાત યાદ રાખી હોત તો હિન્દુત્વ ન છોડ્યું હોત, કોંગ્રેસ અને એનસીપીની સાથે ન ગયા હોત, તો ઈતિહાસના પાનામાં આ દિવસો જાેવા ન પડત.

Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *