મુંબઈ
રાકેશ ઝુનઝુનવાલાનું ૬૨ વર્ષની વયે નિધન થયું છે. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ૧૪ ઓગસ્ટના રોજ રવિવારની સવારે અંતિમ શ્વાસ લીધા હતા. જ્યારે રાકેશ ઝુનઝુનવાલાના મૃત્યુના સમાચાર સામે આવ્યા ત્યારે બધા જ દંગ રહી ગયા હતા. રાકેશ ઝુનઝુનવાલાને શેરબજારના બિગ બુલ કહેવામાં આવતા હતા. એટલું જ નહીં, ઝુનઝુનવાલાને ભારતના વોરેન બફેટ પણ કહેવામાં આવે છે. તેમના મૃત્યુના સમાચાર સાંભળીને બધા ચોંકી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, બ્રીચ કેન્ડી હોસ્પિટલ દ્વારા રાકેશ ઝુનઝુનવાલાના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સઅનુસાર, તેમને ૨-૩ અઠવાડિયા પહેલા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જાેકે, ઝુનઝુનવાલાને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંદાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં આજે સવારે ૬.૪૫ વાગ્યે તેમની તબિયત અચાનક બગડતાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. વેપારી હોવાઉપરાંત, ઝુનઝુનવાલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ હતા, અને દેશના સૌથી ધનિક માણસોમાંના એક હતા. શેરબજારમાં કમાણી કર્યા બાદ રાકેશ ઝુનઝુનવાલાએ બિગ બુલ એરલાઇન સેક્ટરમાં પણ પ્રવેશ કર્યો હતો. એવું કહેવાય છે કે, તાજેતરમાં જઝુનઝુનવાલાએ નવી એરલાઇન કંપની અકાસા એરમાં મોટું રોકાણ કર્યું હતું. શેરબજારમાં રોકાણ કરનાર ઝુનઝુનવાલાની પાસે હજારોકરોડની સંપત્તિ છે. આ સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાકેશ ઝુનઝુનવાલાના નિધન પર શોક વ્યક્ત કરતા ટિ્વટ કર્યું છે. વડાપ્રધાન મોદીએ લખ્યું હતું કે, રાકેશ ઝુનઝુનવાલા અદમ્ય હતા. જીવનથી ભરપૂર, વિનોદી અને સમજદાર, તેમણે આર્થિક જગતમાંઅમૂલ્ય યોગદાન આપ્યું છે. તેઓ ભારતની પ્રગતિ માટે પણ ખૂબ જ ઉત્સાહી હતા. તેમનું નિધન દુઃખદ છે. તેમના પરિવાર અને ચાહકોપ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.
