Maharashtra

શ્વેતા તિવારીએ વિવાદાસ્પદ નિવેદનને લઈને માફી માંગી

મુંબઈ
હાલ શ્વેતા તિવારી ‘શો સ્ટોપર’ નામની વેબ સિરીઝમાં કામ કરી રહી છે, તે આ વેબ સિરીઝના પ્રમોશનના સિલસિલામાં ભોપાલ પહોંચી હતી. આ સિરીઝમાં તેની સાથે સૌરભ રાજ જૈન પણ હાજર હતો. પ્રેસ કોન્ફરન્સમાં તેણે કહ્યું હતું કે ભગવાન મારી બ્રાની સાઈઝ લઈ રહ્યા છે. જેનો વીડિયો બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો,જે બાદ લોકોએ શ્વેતા તિવારીના નિવેદનને ધાર્મિક લાગણીઓ સાથે જાેડવાનું શરૂ થયું. મામલો એટલો વણસ્યો કે શ્વેતા ત્રિપાઠી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી, પરંતુ જ્યારે આ વાત શ્વેતાના ધ્યાનમાં આવી તો તેણે લોકોની માફી માંગીને આ વિવાદ શાંત પાડવાનો પ્રયત્ન કર્યો. શ્વેતાએ તેના માફીના નિવેદનમાં કહ્યુ છે કે, આ નિવેદનને ખોટી રીતે લેવામાં આવી રહ્યુ છે. જ્યારે તમે સંદર્ભ સમજશો, ત્યારે તમને ખબર પડશે કે ભગવાનનો અર્થ સૌરભ રાજ જૈનની લોકપ્રિય ભૂમિકા હતી. લોકો તેને માત્ર પાત્રના નામથી જ ઓળખે છે. મેં તેનો ઉપયોગ મીડિયાની સામે ઉદાહરણ તરીકે કર્યો હતો. આ સંપૂર્ણપણે ગેરસમજ છે. મારા જેવા ભગવાનમાં વિશ્વાસ રાખનાર વ્યક્તિ ક્યારેય જાણી જાેઈને આવું ન કરે. શ્વેતા તિવારીએ તેની વેબ સિરીઝ ‘શો સ્ટોપર’માં અભિનેતા સૌરભ રાજ જૈનના સંદર્ભમાં વાત કરી હોવાનો દાવો કર્યો છે. તમને જણાવવું રહ્યુ કે, સૌરભ મહાભારત ટીવી સિરિયલમાં ભગવાન કૃષ્ણના રોલ માટે જાણીતો છે. લોકો મોટાભાગે તેને આ રોલના કારણે ઓળખે છે.ફેમસ ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી એક સમયે પોતાની સુંદરતાના કારણે ચર્ચામાં રહેતી હતી, પરંતુ આજકાલ તે પોતાના એક નિવેદનને કારણે લાઈમલાઈટમાં છે. ભોપાલમાં એક કાર્યક્રમ દરમિયાન અભિનેત્રી શ્વેતા તિવારીએ કથિત રીતે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારા નિવેદન બાદ હવે માફી માંગી છે. આ નિવેદન પર તેણે કહ્યુ છે કે, તે કોઈની લાગણી દુભાવવા માંગતી નહોતી. તેમણે વધુમાં કહ્યુ કે તે જાણતી નહોતી કે લોકો તેમની વાતને અન્ય કોઈ સંદર્ભમાં લેશે. આ સાથે તેણે નમ્રતાપૂર્વક બધાની માફી માંગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *