મુંબઈ
બોલિવૂડનાં જાણીતા ફિલ્મ મેકર અને એક્ટર સતીશ કૌશિકએ ગો ફર્સ્ટ એરલાઇન પર ખોટી રીતે પૈસા કમાવવાનો આરોપ લગાવ્યો છે. સતીશે જણાવ્યું કે, તેમની સાથે ફ્લાઇટમાં એક સીટ માટે કેવું વર્તન થું. અને તેમણે એક બાદ એક પોસ્ટ કરી પોતાની સાથે બનેલી ઘટના વિગત વાર જણાવી. સતીશ કૌશિકે તેમનાં ટિ્વટર અકાઉન્ટ પર એરલાઇન્સ ફ્લાઇટ જર્ની સાથે જાેડાયેલી ઘટનાની ડિટેઇલ્સમાં જણાવ્યું કે, પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, આ ખુબજ દુખદ છે. કે ગો ફર્સ્ટ એરવેઝ તેમનાં યાત્રીઓનાં પૈસા કમાવવા માટે ખોટો રસ્તો અપનાવ્યો છે. મારી ઓફિસ દ્વારા ૨ સીટ ફર્સટ રોમાં મિડલ સીટ સહિત ૨૫ હજાર રૂપિયામાં બૂક કરવામાં આવી હતી. પણ આ લોકોએ તે સીટ કોઇ અન્ય પેસેન્ડરને વેંચી દીધી જ્યારે મારી ઓફિસે પેમેન્ટ કર્યું હતું.’ સતીશ કૌશિકે બીજી એક ટ્વીટમાં લખ્યું છે કે, ‘શું આ યોગ્ય છે? શું એક પેસેન્જરને પરેશાન કરી વધુ પૈસા કમાવવાનો આ રસ્તો યોગ્ય છે? આ પૈસા પરત મેળવવાની વાત નથી પણ મારી વાત સાંભળવામાં આવે તે માટે છે. હું ફ્લાઇટને રોકી પણ શકતો હતો પણ મે એમ ન કર્યું. અન્ય લોકોને જાેતા મને વિચાર આવ્યો કે, પહેલાં જ ૩ કલાકથી લોકો ઇન્તઝાર કરી રહ્યાં છે ગુડલક ગો ફર્સ્ટ એરવેઝ ‘ એરલાઇને રિફંડ કરવાની ના પાડી દીધી- સતીષે તેની વધુ એક ટિ્વટમાં લખ્યું હતું કે, જ્યારે મે મ દદ માંગી તો કહેવામાં આવ્યું કે, પેસેન્જર આગળની ફ્લાઇટમાં જશે પણ પેસેન્જર તે જ ફ્લાઇટનો હતો. સતીશે લખ્યું કે, ‘જ્યારે તે પેસેન્જરને સીટ ન મળી તો ફ્લાઇટ રોકી દેવામાં આવી. જે બાદ ર્મેનિણય કર્યો કે, સીટ આપી દેવી. સારી વાત એ છે કે, ફ્લાઇટ અટેન્ડન્ટ અને એર હોસ્ટેસે મારી આ વાત પર મારો આભાર માન્યો. તેમણે એમ પણ કહ્યું કે, મારા પૈસા તે સીટનાં પરત કરાવશે. પણ મે તેમને કહી દીધુ હતું કે, આવું ક્યારેય થવાનું નથી અને પરિણામ પણ એજ આવ્યું. એરલાઇન્સે રિફન્ડ કરવાની ના પાડી દીધી.’
