મુંબઈ
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સની દેઓલ અને બોબી દેઓલની ફિલ્મ અપને ફિલ્મે ધૂમ મચાવી હતી અને તેની બીજી સિકવલ “અપને ૨” આવી રહી છે જેમાં ત્રણેય જનરેશન જાેવા મળશે કરણે દેઓલે વર્ષ ૨૦૧૯માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ ફિલ્મને બહુ રિસ્પોન્સ મળ્યો ન હતો. કરણ હજુ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. કરણને આજના સ્ટાર કિડ્સની જેમ લાઈમલાઈટમાં રહેવું પસંદ નથી. તે ન તો તેની પ્રથમ ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’ પહેલા અને ન તો આ ફિલ્મની રજૂઆત પછી વધુ લાઈમલાઈટમાં રહ્યો હતો. સોશિયલ મીડિયા પર પણ કરણ બહુ એક્ટિવ જાેવા મળ્યો ન હતો. તેને પોતાનું જીવન ખાનગી રાખવું ગમે છે. ‘પલ પલ દિલ કે પાસને’ મળેલા નબળા રિસ્પોન્સથી કરણ ખૂબ જ દુઃખી હતો. ‘પલ પલ દિલ કે પાસ’ બાદ કરણની ફિલ્મ વાલે પણ ગયા વર્ષે રિલીઝ થઈ હતી અને આ ફિલ્મને પણ સારો રિસ્પોન્સ મળ્યો નહોતો. પરંતુ હવે તે પોતાના પર વધુ કામ કરી રહ્યો છે અને આ વખતે તે દર્શકોના દિલ જીતીને બતાવશે તો ચાલો હવે જાેઈએ કે કરણ શું કમાલ કરશે. સની દેઓલ કરણના કમબેક માટે ખૂબ જ મહેનત કરી રહ્યો છે. આ માટે સની ‘અપને ૨’માં કરણને એક પાવરફુલ કેરેક્ટર આપી રહ્યો છે. અહેવાલો અનુસાર જ્યારે સની દેઓલ તેની ફિલ્મ ગદર ૨નું શૂટિંગ પૂર્ણ કરશે, ત્યારે ‘અપને ૨’નું શૂટિંગ શરૂ થશે. હાલમાં સની લખનૌમાં ફિલ્મના ૪૦ દિવસના શેડ્યૂલ માટે શૂટિંગ કરી રહી છે. આ શૂટિંગ પૂરું થતાં જ સની ફરીથી ‘અપને ૨’નું શૂટિંગ શરૂ કરશે. પરંતુ આ દરમિયાન સની કરણને સંપૂર્ણ રીતે તૈયાર કરી રહ્યો છે અને તેની અભિનય કુશળતાને વધુ સારી બનાવવા માંગે છે. કાકા બોબી દેઓલ ફિટનેસ પણ કરણને શીખવી રહ્યા છે.


