સોનાના વાયદાના ભાવમાં રૂ.392 અને ચાંદીમાં રૂ.2,023નો સાપ્તાહિક ધોરણે ઘટાડોઃ ક્રૂડ તેલ બેરલદીઠ રૂ.780 ઘટ્યુઃ નેચરલ ગેસ, મેન્થા તેલમાં પણ નરમાઈનો માહોલઃ સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.115005 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.81252 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદાઓમાં રૂ.565 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 17 થી 23 જૂનના સપ્તાહ દરમિયાન 2,418,822 સોદાઓમાં કુલ રૂ.196,822.51 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.115005.38 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.81252.19 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન 975,136 સોદાઓમાં કુલ રૂ.48,351.98 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.50,977ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.51,179 અને નીચામાં રૂ.50,522 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.392 ઘટી રૂ.50,594ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.288 ઘટી રૂ.40,394 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.45 ઘટી રૂ.5,031ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,889ના ભાવે ખૂલી, રૂ.337 ઘટી રૂ.50,608ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.61,415ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.61,720 અને નીચામાં રૂ.59,444 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2023 ઘટી રૂ.59,504 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.1938 ઘટી રૂ.59,833 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,919 ઘટી રૂ.59,870 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે 131,414 સોદાઓમાં રૂ.21,364.31 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જૂન વાયદો 1 કિલોદીઠ રૂ.6.90 ઘટી રૂ.208.90 અને જસત જૂન વાયદો રૂ.5.45 ઘટી રૂ.311ના ભાવ થયા હતા. આ સામે તાંબુ જૂન કોન્ટ્રેક્ટ રૂ.54.75 ઘટી રૂ.695.95 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.3 વધી રૂ.187ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન 488,630 સોદાઓમાં કુલ રૂ.44,442.88 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.8,939ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.9,113 અને નીચામાં રૂ.7,966 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.780 ઘટી રૂ.8,222 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.85.80 ઘટી રૂ.494.80 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 7,487 સોદાઓમાં રૂ.846.21 કરોડનાં કામકાજ થયા હતા. સપ્તાહ દરમિયાન કોટનના વાયદા ગાંસડીદીઠ રૂ.1,700થી રૂ.4,500ની રેન્જમાં ગબડ્યા હતા. કોટન જૂન વાયદો 1 ગાંસડીદીઠ રૂ.47,100ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.47,480 અને નીચામાં રૂ.43,800 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.3,030 ઘટી રૂ.44,190ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે કોટનનો જુલાઈ વાયદો સૌથી વધુ રૂ.4,500ના ભાવઘટાડા સાથે બંધમાં રૂ.41,720ના ભાવ થયા હતા. આ સામે કોટનનો દૂર ડિલિવરીનો ડિસેમ્બર વાયદો સૌથી ઓછો રૂ.1,700 ઘટી રૂ.35,800ના સ્તરે રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.32.20 ઘટી રૂ.1017.60 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.18,313.68 કરોડનાં 36,016.939 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.30,038.30 કરોડનાં 4,919.020 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.19,609.62 કરોડનાં 23,303,900 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.24,833 કરોડનાં 464651250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.750.19 કરોડનાં 168675 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.96.02 કરોડનાં 923.04 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 17,573.886 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 839.779 ટન, ક્રૂડ તેલમાં 430900 બેરલ અને નેચરલ ગેસમાં 7852500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 50950 ગાંસડી, મેન્થા તેલમાં 590.76 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન બુલડેક્સ વાયદામાં રૂ.564.94 કરોડનાં 7,856 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ જૂન વાયદો 14,437ના સ્તરે ખૂલી, 211 પોઈન્ટ ઘટી 14,253ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.81,252.19 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,387.51 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,902.83 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.43,337.31 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.33,616.37 કરોડનાં કામકાજ થયાં હતાં.
| વાયદા કોન્ટ્રેક્ટ્સની સાપ્તાહિક વધઘટ | ||||
| વાયદા કોન્ટ્રેક્ટ | પાકતી તારીખ | ભાવનું એકમ | બંધ (રૂ.) | વધઘટ (રૂ.) |
| બુલડેક્સ | 24-06-22 | 1 યુનિટ | 14253 | -211 |
| ગોલ્ડ-ગિની | 30-06-22 | 8 ગ્રામ | 40394 | -288 |
| ગોલ્ડ-પેટલ | 30-06-22 | 1 ગ્રામ | 5031 | -45 |
| સોનું | 05-08-22 | 10 ગ્રામ | 50594 | -392 |
| સોનું-મિની | 05-07-22 | 10 ગ્રામ | 50608 | -337 |
| ચાંદી | 05-07-22 | 1 કિલો | 59504 | -2023 |
| ચાંદી-માઈક્રો | 30-06-22 | 1 કિલો | 59870 | -1919 |
| ચાંદી-મિની | 30-06-22 | 1 કિલો | 59833 | -1938 |
| એલ્યુમિનિયમ | 30-06-22 | 1 કિલો | 208.9 | -6.9 |
| જસત | 30-06-22 | 1 કિલો | 310.6 | -5.45 |
| તાંબુ | 30-06-22 | 1 કિલો | 695.95 | -54.75 |
| નિકલ | 30-06-22 | 1 કિલો | 2056.8 | -85.7 |
| સીસું | 30-06-22 | 1 કિલો | 186.7 | 3 |
| ક્રૂડ તેલ | 19-07-22 | 1 બેરલ | 8222 | -780 |
| નેચરલ ગેસ | 27-06-22 | 1 એમએમબીટીયૂ | 494.8 | -85.8 |
| કોટન | 30-06-22 | 1 ગાંસડી | 44190 | -3030 |
| મેન્થા તેલ | 30-06-22 | 1 કિલો | 1017.6 | -32.2 |
| સપ્તાહના ટોપ-10 વધનાર વાયદા કોન્ટ્રેક્ટ્સ | ||||||
| એમસીએક્સ કોન્ટ્રેક્ટ | પાકતી તારીખ | ભાવનું એકમ | બંધ (રૂ.) | આગલો બંધ (રૂ.) | વધઘટ (રૂ.) | ફેરફાર (%) |
| ક્રૂડ તેલ | 19-09-22 | 1 બેરલ | 8300 | 8113 | 187 | 2.3 |
| સીસું | 30-06-22 | 1 કિલો | 186.7 | 183.7 | 3 | 1.63 |
| ગોલ્ડ-પેટલ | 30-09-22 | 1 ગ્રામ | 5166 | 5114 | 52 | 1.02 |
| ગોલ્ડ-ગિની | 30-09-22 | 8 ગ્રામ | 40957 | 41036 | -79 | -0.19 |
| સીસું | 29-07-22 | 1 કિલો | 180.65 | 181.65 | -1 | -0.55 |
| ગોલ્ડ-ગિની | 30-08-22 | 8 ગ્રામ | 40772 | 41011 | -239 | -0.58 |
| ગોલ્ડ-પેટલ | 30-08-22 | 1 ગ્રામ | 5081 | 5112 | -31 | -0.61 |
| સોનું-મિની | 05-07-22 | 10 ગ્રામ | 50608 | 50945 | -337 | -0.66 |
| સોનું-મિની | 05-09-22 | 10 ગ્રામ | 50773 | 51124 | -351 | -0.69 |
| ગોલ્ડ-ગિની | 30-06-22 | 8 ગ્રામ | 40394 | 40682 | -288 | -0.71 |
| સપ્તાહના ટોપ-10 ઘટનાર વાયદા કોન્ટ્રેક્ટ્સ | ||||||
| એમસીએક્સ કોન્ટ્રેક્ટ | પાકતી તારીખ | ભાવનું એકમ | બંધ (રૂ.) | આગલો બંધ (રૂ.) | વધઘટ (રૂ.) | ફેરફાર (%) |
| નેચરલ ગેસ | 27-06-22 | 1 એમએમબીટીયૂ | 494.8 | 580.6 | -85.8 | -14.78 |
| નેચરલ ગેસ | 26-08-22 | 1 એમએમબીટીયૂ | 498.9 | 579.8 | -80.9 | -13.95 |
| નેચરલ ગેસ | 26-07-22 | 1 એમએમબીટીયૂ | 500.3 | 580.5 | -80.2 | -13.82 |
| કોટન | 29-07-22 | 1 ગાંસડી | 41720 | 46220 | -4500 | -9.74 |
| કોટન | 30-08-22 | 1 ગાંસડી | 40260 | 44600 | -4340 | -9.73 |
| ક્રૂડ તેલ | 19-08-22 | 1 બેરલ | 8038 | 8815 | -777 | -8.81 |
| ક્રૂડ તેલ | 19-07-22 | 1 બેરલ | 8222 | 9002 | -780 | -8.66 |
| તાંબુ | 30-06-22 | 1 કિલો | 695.95 | 750.7 | -54.75 | -7.29 |
| તાંબુ | 29-07-22 | 1 કિલો | 698.25 | 751.75 | -53.5 | -7.12 |
| કોટન | 31-10-22 | 1 ગાંસડી | 36100 | 38800 | -2700 | -6.96 |
