Maharashtra

સપ્તાહ દરમિયાન સોનાનો વાયદો રૂ.567 અને ચાંદીનો વાયદો રૂ.1,912 ઊછળ્યો

ક્રૂડ તેલ, કોટનમાં પણ તેજીનો માહોલઃ નેચરલ ગેસ, મેન્થા તેલમાં નરમાઈઃ સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.124799 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.153151 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.406 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 25 નવેમ્બર થી 1 ડિસેમ્બરના સપ્તાહ દરમિયાન 34,15,712 સોદાઓમાં કુલ રૂ.2,78,356.93 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,24,799.45 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.1,53,151.33 કરોડનો હતો.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 10,32,469 સોદાઓમાં કુલ રૂ.61,445.15 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.52,665ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.53,462 અને નીચામાં રૂ.52,141ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.567 વધી રૂ.53,238ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.552 વધી રૂ.42,992 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.60 વધી રૂ.5,295ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.52,550ના ભાવે ખૂલી, રૂ.845 વધી રૂ.53,339ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.62,027ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.64,050 અને નીચામાં રૂ.60,737ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1912 વધી રૂ.63,905ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1846 વધી રૂ.65,370 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1,838 વધી રૂ.65,365 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન, એમસીએક્સ ખાતે 1,12,786 સોદાઓમાં રૂ.17,542.19 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.4.00 વધી રૂ.211.10 અને જસત ડિસેમ્બર વાયદો રૂ.8.25 વધી રૂ.271ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.14.25 વધી રૂ.691.55 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.75 વધી રૂ.185ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન, 5,60,063 સોદાઓમાં કુલ રૂ.45,454.79 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.6,424ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,778 અને નીચામાં રૂ.6,052ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.253 વધી રૂ.6,673 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.66.60 ઘટી રૂ.554.80 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન, એમસીએક્સ ખાતે 3,855 સોદાઓમાં રૂ.357.32 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ડિસેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.31,700ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.32,570 અને નીચામાં રૂ.30,120ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.720 વધી રૂ.32,380ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.30 ઘટી રૂ.952.00 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન, એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.23,676.75 કરોડનાં 44,706.021 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.37,768.40 કરોડનાં 5,964.067 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.17,109.43 કરોડનાં 26,536,800 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.28,345 કરોડનાં 48,35,36,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.341.95 કરોડનાં 1,07,725 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.15.37 કરોડનાં 160.56 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 19,000.329 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 878.591 ટન, ક્રૂડ તેલમાં 9,58,100 બેરલ અને નેચરલ ગેસમાં 1,27,53,750 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 70,925 ગાંસડી, મેન્થા તેલમાં 430.2 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન બુલડેક્સ વાયદામાં રૂ.406.15 કરોડનાં 5,532 લોટ્સના વેપાર થયા હતા. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 14,693ના સ્તરે ખૂલી, 234 પોઈન્ટ વધી 14,927ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં સપ્તાહ દરમિયાન, એમસીએક્સ પર રૂ.1,53,151.33 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.5,510.41 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.952.27 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,24,886.36 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.21,791.43 કરોડનાં કામકાજ થયાં હતાં.

 

કોમોડિટી વાયદા કોન્ટ્રેક્ટ્સની સાપ્તાહિક વધઘટ
એમસીએક્સ કોન્ટ્રેક્ટ પાકતી તારીખ ભાવનું એકમ ખૂલી (રૂ.) વધી (રૂ.) ઘટી (રૂ.) બંધ (રૂ.) વધઘટ (રૂ.)
બુલડેક્સ  23-12-22 1 યુનિટ 14693 14950 14530 14927 234
ગોલ્ડ-ગિની  30-12-22 8 ગ્રામ 42412 43176 42255 42992 552
ગોલ્ડ-પેટલ  30-12-22 1 ગ્રામ 5233 5299 5211 5295 60
સોનું  05-12-22 10 ગ્રામ 52665 53462 52141 53238 567
સોનું-મિની  05-12-22 10 ગ્રામ 52550 53593 52111 53339 845
ચાંદી  05-12-22 1 કિલો 62027 64050 60737 63905 1912
ચાંદી-માઈક્રો  28-02-23 1 કિલો 63599 65983 62512 65365 1838
ચાંદી-મિની  28-02-23 1 કિલો 63550 65560 62453 65370 1846
એલ્યુમિનિયમ  30-12-22 1 કિલો 207.4 213 204.35 211.1 4
જસત  30-12-22 1 કિલો 263.4 272.45 259.5 271.05 8.25
તાંબુ  30-12-22 1 કિલો 679 692.95 663.05 691.55 14.25
સીસું  30-12-22 1 કિલો 184.05 185.45 182.65 184.9 0.75
ક્રૂડ તેલ  19-12-22 1 બેરલ 6424 6778 6052 6673 253
નેચરલ ગેસ  27-12-22 1 એમએમબીટીયૂ 620.7 633.5 550 554.8 -66.6
કોટન  30-12-22 1 ગાંસડી 31700 32570 30120 32380 720
મેન્થા તેલ  30-12-22 1 કિલો 959.7 964.7 946.5 952 -5.3

 

સપ્તાહના ટોપ-5 વધનાર વાયદા કોન્ટ્રેક્ટ્સ
એમસીએક્સ કોન્ટ્રેક્ટ પાકતી તારીખ ભાવનું એકમ બંધ (રૂ.) આગલો બંધ (રૂ.) વધઘટ (રૂ.) ફેરફાર (%)
ક્રૂડ તેલ  19-12-22 1 બેરલ 6673 6420 253 3.94
ક્રૂડ તેલ  19-01-23 1 બેરલ 6699 6464 235 3.64
જસત  30-12-22 1 કિલો 271.05 262.8 8.25 3.14
જસત  31-01-23 1 કિલો 272.9 264.65 8.25 3.12
ચાંદી  03-03-23 1 કિલો 65409 63435 1974 3.11

 

 

સપ્તાહના ટોપ-5 ઘટનાર વાયદા કોન્ટ્રેક્ટ્સ
એમસીએક્સ કોન્ટ્રેક્ટ પાકતી તારીખ ભાવનું એકમ બંધ (રૂ.) આગલો બંધ (રૂ.) વધઘટ (રૂ.) ફેરફાર (%)
નેચરલ ગેસ  27-12-22 1 એમએમબીટીયૂ 554.8 621.4 -66.6 -10.72
નેચરલ ગેસ  25-01-23 1 એમએમબીટીયૂ 548.1 605.5 -57.4 -9.48
નેચરલ ગેસ  23-02-23 1 એમએમબીટીયૂ 501.2 533.2 -32 -6
મેન્થા તેલ  28-02-23 1 કિલો 971 986 -15 -1.52
મેન્થા તેલ  30-12-22 1 કિલો 952 957.3 -5.3 -0.55

 

સપ્તાહના ટોપ-5 ટ્રેડેડ વાયદા કોન્ટ્રેક્ટ્સ
વાયદા કોન્ટ્રેક્ટ વોલ્યુમ અને ઓ.ઈન્ટ.નું એકમ સોદા મૂલ્ય (રૂ. કરોડમાં) વોલ્યુમ ઓપન ઈન્ટરેસ્ટ
નેચરલ ગેસ એમએમબીટીયૂ 337247 28345.36 483536250 12753750
ચાંદી કિલો 102094 21972.51 3484410 597540
સોનું કિલો 33173 19811.22 37385 17241
ક્રૂડ તેલ બેરલ 222816 17109.43 26536800 958100
તાંબુ કિલો 53260 9948.90 146292500 14225000

 

સપ્તાહના ટોપ-5 ટ્રેડેડ ઓપ્શન કોન્ટ્રેક્ટ્સ
ઓપ્શન કોન્ટ્રેક્ટ વોલ્યુમનું એકમ સોદા મૂલ્ય (રૂ. કરોડમાં) વોલ્યુમ ઓપન ઈન્ટરેસ્ટ
ક્રૂડ તેલ – કોલ ઓપ્શન બેરલ 813492 72900.48 103423700 5692900
ક્રૂડ તેલ – પુટ ઓપ્શન બેરલ 630399 51985.88 81673700 5692900
નેચરલ ગેસ – કોલ ઓપ્શન એમએમબીટીયૂ 127448 12826.76 184873750 28535000
નેચરલ ગેસ – પુટ ઓપ્શન એમએમબીટીયૂ 109554 8964.67 155226250 28535000
સોનું – પુટ ઓપ્શન કિલો 4772 2719.91 5225 3905

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *