મહારાષ્ટ્ર
સમીર વાનખેડેએ લાયસન્સ માટે અરજી કરી ત્યારે તે સગીર હતો. તેની ઉંમર ૧૭ વર્ષની હતી. આવી સ્થિતિમાં, તેઓ બારના લાયસન્સ માટે કેવી રીતે અરજી કરી શકે તે પ્રશ્ન પણ એનસીપી નેતા અને મંત્રી નવાબ મલિક દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. હવે થાણે કલેકટરે આ અંગે કાર્યવાહી કરી છે. રાજેશ નાર્વેકરે આ મામલામાં ૬ પાનાનો આદેશ આપીને લાઇસન્સ રદ કર્યું છે. ફક્ત ૨૧ વર્ષ કે, તેથી વધુ ઉંમરના લોકોને જ બાર માટે લાઇસન્સ મેળવવાની મંજૂરી આપી શકાય છે. પરંતુ જ્યારે સમીર વાનખેડેના નામે બારનું લાઇસન્સ લેવામાં આવ્યું ત્યારે તેની ઉંમર તેનાથી ઓછી હતી. સમીર વાનખેડેના નામે ૨૭ ઓક્ટોબર ૧૯૯૭ના રોજ બારનું લાઇસન્સ આપવામાં આવ્યું હતું. તે સમયે સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડે એક્સાઈઝ ડ્યુટી વિભાગમાં નોકરી કરતા હતા. આ સંદર્ભે, સમીર વાનખેડેને કારણ બતાવો નોટિસ મોકલીને પૂછવામાં આવ્યું હતું કે ખોટા દસ્તાવેજાે સબમિટ કરવાને કારણે તમારા નામનું આ લાઇસન્સ કેમ રદ કરવામાં ન આવે. સમીર વાનખેડેના કેસમાં અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય આયોગે મુંબઈ પોલીસને નવાબ મલિક વિરુદ્ધ એટ્રોસિટીનો કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. આ દાવો એક દિવસ પહેલા ભાજપના નેતા મોહિત કંબોજે કર્યો હતો. નવાબ મલિકે સમીર વાનખેડેને મુસ્લિમ ગણાવીને તેના દલિત હોવા પર સવાલ ઉઠાવ્યા છે. અહીં સવાલ એ ઊભો થાય છે કે આના કારણે સમીર વાનખેડે સામે કાર્યવાહી નથી થઈ? સમીર વાનખેડે બાર લાયસન્સ કેસમાં દોષિત હોઈ શકે છે, પરંતુ કાર્યવાહીનો સમય શંકાસ્પદ છે. બીજી મહત્વની બાબત એ છે કે, અધિકારી પગલાં લે છે. થાણે જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ નાર્વેકર શિવસેના સાંસદ સંજય રાઉતના સંબંધી છે. રાઉતની પુત્રીના લગ્ન રાજેશ નાર્વેકરના પુત્ર મલ્હાર સાથે થયા છે. શિવસેના અને દ્ગઝ્રઁ મહા વિકાસ આઘાડી સરકારમાં એકબીજાના સાથી છે. નવાબ મલિક કોઈપણ રીતે આરોપ લગાવી રહ્યા છે કે, સમીર વાનખેડે ભાજપના ઈશારે કામ કરી રહ્યા છે. એટલે કે રાજકીય કારણોસર આ કાર્યવાહી કરવામાં આવી છે.


