Maharashtra

સર્કિટે મુન્નાભાઈ-૩ બનવાની આશા છોડી દીધી

મુંબઈ
મુન્નાભાઈની સક્સેસના કારણે સંજય દત્ત અને અરશદ વારસી બંનેને કરિયરમાં ખૂબ લાભ થયો હતો. મુન્નાભાઈ અંગે વાત કરતાં અરશદ વારસીએ કહ્યું હતું કે, મુન્નાભાઈ એમબીબીએસના કારણે કરિયરને નવજીવન મળ્યું હતું. આ પહેલા ત્રણ-ચાર વર્ષ માટે તેની પાસે કોઈ ફિલ્મ ન હતી. લોકો ભૂલવા માંડ્યા હતા. મુન્નાભાઈ ૩ની શક્યતા અંગે વાત કરતાં અરશદે જણાવ્યું હતું કે, તે ૧૬ વર્ષથી રાહ જાેઈ રહ્યા છે, પરંતુ ત્રીજાે પાર્ટ આવે તેવી શક્યતા લાગતી નથી. અમે દર્શકો માટે ઘણું બધું આપીએ છીએ, પરંતુ હવે ખૂબ લંબાઈ ગયું છે. સંજય દત્તે અગાઉ એક ઈન્ટરવ્યૂ દરમિયાન મુન્નાભાઈ ૩ બનવાની આશા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે, રાજકુમાર હિરાણી પણ ફિલ્મ બનાવવા માગે છે અને બહુ ઝડપથી તે પૂરી થવાની આશા છે. ૩૦૦ કરોડના ખર્ચે ફિલ્મ બનાવવાનું આયોજન હોવાની ચર્ચાઓ થઈ હતી. જાે કે ફિલ્મ બનશે કે નહીં તેનો ચોક્કસ જવાબ રાજકુમાર હિરાણી પાસે જ હોવાનું કહીને સંજય દત્ત હસી પડ્યા હતા. સંજય દત્તની કરિયર અને ઈમેજને નવેસરથી શેપ આપનાર ફિલ્મ મુન્નાભાઈ ૩ની વર્ષોથી રાહ જાેવાય છે. સીક્વલની ત્રીજી ફિલ્મ માટે ભરપૂર પ્રયાસ ચાલી રહ્યા હોવાનું સંજય દત્ત જણાવી ચૂક્યા છે. જાે કે અરશદ વારસી એટલે કે મુન્નાભાઈના સર્કિટે ત્રીજી ફિલ્મ બનવાની આશા મૂકી દીધી છે.

India-Film-Actor-Arashad-Varsi-Not-Thing-about-to-munna-bhai-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *